નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ આજે 'રાષ્ટ્રીય શિક્ષા નીતિ હેઠળ ઉચ્ચ શિક્ષામાં પરિવર્તનકારી સુધાર' વિષય પર આયોજિત કૉન્ક્લેવને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યું હતું.
મહત્વના મુદ્દાઓઃ
- જેટલી વધુ જાણકારી સ્પષ્ટ થશે, તેટલી જ સરળતા આ રાષ્ટ્રીય શિક્ષા નીતિના કાર્યમાં પણ થશે. ત્રણ-ચાર વર્ષના વ્યાપક વિચાર-વિમર્શન બાદ, લાખો સૂચનો પર લાંબા મંથન બાદ રાષ્ટ્રીય શિક્ષા નીતિને સ્વીકૃત કર્યા છે.
- તેમણે કહ્યું કે, આ પણ ખુશીની વાત છે કે, રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવ્યા બાદ દેશના કોઇ પણ ક્ષેત્રથી, કોઇ પણ વર્ગથી એ વાત ઉઠતી નથી કે, તેમાં કોઇ પ્રકારનો ભેદભાવ છે, અથવા કોઇ એક તરફ ઝુકેલી છે.
- તેમણે કહ્યું કે, તમે બધા રાષ્ટ્રીય શિક્ષા નીતિના કાર્યાન્વયનથી સીધી રીતે જોડાયેલા છે માટે તમારી ભૂમિકા ખુબ જ મહત્વની છે. જ્યાં સુધી રાજકીય ઇચ્છાશક્તિની વાત છે, હું પુરી રીતે કમિટેડ છું, હું પુરી રીતે તમારી સાથે છું.
- રાષ્ટ્રીય શિક્ષા નીતિ 21મી સદીના ભારતની નવા ભારતનો પાયો તૈયાર કરનારી છે.
- છેલ્લા અનેક વર્ષોથી આપણી શિક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફાર થયા નથી. પરિણામે થયું એ કે, આપણે સમાજમાં જિજ્ઞાસાને પ્રમોટ કરવા કરતા નબળી માનસિક્તાને પ્રોત્સાહન મળતું ગયું હતું.
- આ નીતિમાં વિદ્યાર્થીઓમાં, યુવાઓમાં અભિનવની ક્ષમતા વિકસીત થશે. આ સાથે જ તેમને સશક્ત બનાવશે.
- તેનાથી ભારતની એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ કરશે.
- અત્યાર સુધી જે આપણી શિક્ષા વ્યવસ્થા છે, તેમાં 'શું વિચારો' તેના પર ફોકસ રહ્યું છે, જ્યારે આ શિક્ષા નીતિમાં કઇ રીતે વિચારીએ? પર ભાર મુકવામાં આવ્યો છે.
- હવે પ્રયાસ એ છે કે, બાળકોને શીખવા માટે ડિસ્કવરી આધારિત, ચર્ચા આધારિત અને વિશ્લષણ આધારિત રીતો પર ભાર આપવામાં આવ્યો છે. જેમાં બાળકોમાં શીખવાનો પ્રયાસ મળશે.
આ કૉન્ક્લેવનું આયોજન વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ સમ્મેલનમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ, 2020 હેઠળ સામેલ ઉચ્ચ શિક્ષાના વિભિન્ન પાસાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
વધુમાં જણાવીએ તો ભારત સરકારે હાલમાં જ નવી શિક્ષા નીતિ 2020 કરાર જાહેર કર્યો છે. જેમાં દેશમાં ભણતરની પેટર્ન બદલવા, એમફિલ ખતમ કરવા જવા અને માતૃ ભાષામાં ભણતર પર ભાર મુકવામાં આવ્યો છે. આ નીતિમાં માનવ સંસાધન મંત્રાલયનું બદલીને શિક્ષા મંત્રાલય કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ એવા વિષયો પર ભાર મુકવામાં આવ્યો છે, જેનાથી બાળકોમાં કૌશલ્યની ક્ષમતા પહેલાથી વધુ વધે.