લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સમગ્ર દેશમાં મોદી લહેર છવાઇ છે. ત્યારે સોમવારના રોજ વડાપ્રધાન મોદી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરશે.
ઐતિહાસિક જીત બાદ PM મોદી પ્રથમ વાર કાશી જશે. PM મોદી લગભગ 10 વાગ્યે કાશી વિશ્વનાથના દર્શન કરશે. જે બાદ મોદી દીનદયાલ હસ્તકલા સંકુલમાં કાર્યકર્તાઓનું સમ્મેલન કરશે. આ સમ્મેલન 11 થી 12 સુધી થશે. વડાપ્રધાન મોદી 12.30 કલાકે વારાણસીથી દિલ્હી માટે રવાના થશે.