PM મોદી આજે હજારીબાગ, દુમકા અને પલામૂમાં 500 બેડ વાળી મેડિકલ કૉલેજ ભવનનું ઉદ્ધાટન કરશે. તેમજ બીજી ઘણી યોજનાઓનું ઉદ્ધાટન કરશે. વડા પ્રધાનની મુલાકાતને લઇ રાજ્યની બધી સુરક્ષા એજન્સીઓ અલર્ટ કરાઇ છે. રાજ્યમાં કઇ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર પુરી રીતે તૈયારી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
PM મોદી ઘણી યોજનાઓનું ઉદ્ધાટન કરશે
રામગઢ અને હઝારીબાગમાં પાણી પુરવઠા યોજનાઓનું નિર્માણ
રામગઢ લેડિઝ માટે મહિલા એન્જિનિયરિંગ ભવન
સાહેબગંજ સીવરજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના
નમામી ગંગા યોજના હેઠળ સાહિબગંજમાં મધુસુદન ઘાટનું ઉદ્ધાટન
હઝારીબાગમાં આદિવાસીઓ માટે વિનોબા ભાવે યુનિવર્સિટીનું ઉદ્ધાટન
તે ઉપરાંત PM મોદી કિશાનોને એન ઇ-એનએએમ હેઠળ મોબાઇલ ફોન ખરીદવા માટે ચેક વિતરિત કરવામાં આવશે, તેમજ ડીબીટી યોજનાઓના લોંચ માટે લાભાર્થીઓને પણ ચેક આપશે. વડા પ્રધાન મોદીના કાર્યક્રમમાં રાજ્યના કેટલાક પ્રધાનો, સાંસદો અને વિધાનસભ્યો હાજર રહેશે. મહત્વનું છે કે દેશમાં ભાજપ સરકાર બન્યા પછી વડાપ્રધાન મોદી 4 વખત હજારીબાગની મુલાકાતે આવી રહ્યા છે.
PMની મુલાકાતને લઇ CRPF, જીલ્લા પોલીસ અને NDRFની એક ટુકડીને તૈનાત કરવામાં આવી છે. અને આરોગ્ય કેન્દ્રોમાં પણ ચેતવણીઓ જારી કરવામાં આવી છે.