અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અલગ ન્યૂયૉર્કમાં બેઠક થશે. ટ્રમ્પ આ પહેલા વડાપ્રધાન મોદીના હાઉડી મોદી કાર્યક્રમમાં શામેલ થયા હતા.
આગામી 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તેમજ ઈમરાન ખાન પણ સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરે તેવી શક્યતાઓ છે.