નવી દિલ્હી: ગ્રામીણ ભારતમાં ફેરફાર લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન સંપત્તિ માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનો શુભારંભ કર્યો હતો.
આ અવસર પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આ યોજના ગ્રામીણોની સુરક્ષા અને સમ્માન આપવાનું કામ કરશે. આપને જણાવી દઈએ કે, આ યોજના ગ્રામીણ ભારતને સશક્ત બનાવવા અને બદલાવ લાવવા માટે સુઘારો કરવામાં મદદ કરશે.
આના માધ્યમથી ખેડુતો તેમની જમીનની માહિતી ઓનલાઈન જોઈ શકશે. આ યોજનાની શરુઆત 24 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. વર્ષ 2024 સુધીમાં 6.62 લાખ ગામડાઓમાં લાગુ કરવામાં આવશે. આ યોજના PM ડિજીટલ ઈન્ડિયા મિશનનો એક ભાગ છે. જમીનની મોપિંગ ડ્રોન દ્વારા કરવામાં આવશે. જેની 6 રાજ્યોમાં શરુઆત થઈ ચૂકી છે.
શું થશે ફાયદો ?
આ યોજનાના માધ્યમથી ગામડાઓની જમીન પર ચાલી રહેલા વિવાદોનો ઉકેલલાવવા મદદ થશે. લોકોની સંપત્તિની ડિજિટલ વિગતો રાખી શકાશે. ગ્રામીણ લોકો તેમની સંપત્તિની સંપુર્ણ વિગતો ઓનલાઈન જોઈ શકશે. ગ્રામ સમાજન કામ ઓનલાઈન થઈ જશે. ઓનલાઈન કામો થવાથી ભૂમાફિયા,જમીન લુટવી બંધુ જ બંધ થવાની આશા છે. ગામડાઓની બધી જ સંપતિને મેપ કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.
જમીન સંબધિત ઈ-પોર્ટલ તેમને સર્ટિફિકેટ પણ આપશે. ગામડાના લોકો તેમના મકાનો પર હૉમ લોન અને ખેતર પર પણ લોન લઈ શકશે.સ્વામિત્તવ યોજના અંતર્ગત મિલકતની નામાંકન પ્રોસેસને સરળ બનાવશે. જમીનની ચકાસણી પ્રકિયા ઝડપી બનાવવા અને જમીન ભ્રષ્ટાચારને રોકવામાં મદદ પણ મળશે.