ETV Bharat / bharat

ભારતનું સૌથી મોટું રક્ષા પ્રદર્શન, 30 દેશ સાથે ભાગીદારી, PM કરશે ઉદ્ધાટન - DefExpoLucknow

રક્ષા ક્ષેત્રે ભારતની તાકત નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. 11મા ડિફેન્સ એક્સપો-2020માં લખનઉમાં દેશ-દુનિયાની 1000થી વધુ શસ્ત્ર નિર્માતા કંપનીઓ તેમના ઉત્પાદનનું પ્રદર્શન કરશે. વડાપ્રધાન મોદી આજે આ પાંચ દિવસીય કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે.

etv bharat
etv bharat
author img

By

Published : Feb 5, 2020, 10:07 AM IST

લખનઉ: શહેરમાં પ્રથમ વખત યોજાનાર આંતરરાષ્ટ્રીય આયોજનમાં વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ અને ઈન્ડિયા પવેલિયનનું અવલોકન પણ કરશે. ઈન્ડિયા પવેલિયનમાં ખાનગી, નાના અને મધ્યમ ઉદ્યોગો સહિત જાહેર ક્ષેત્રની મજબૂત ભાગીદારીની ઝલક વિશેષ રીતે રજૂ કરવામાં આવશે.

ડિઝિટલ ટ્રાન્સફોર્મેશન ઓફ ડિફેન્સ થીમ પર થનારા આ એક્સ્પોના પરિણામ રૂપે, 'ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ' અને 'એરોસ્પેસ મેન્યુફેક્ચરીંગ' માં ઉત્તર પ્રદેશ વિશ્વનું એક મહત્વપૂર્ણ સ્થળ બનશે. એક્સ્પોમાં પ્રથમ વખત ભારત-આફ્રિકા ડિફેન્સ કૉન્ક્લેવનું પણ આયોજન કરવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયના એક નિવેદન અનુસાર લખનઉમાં યોજાનાર આ એક્સપો, ભારતના સૌથી મોટા સંરક્ષણ પ્રદર્શનમાં પ્રદર્શકોની સંખ્યાઆયોજન ક્ષેત્ર અને હિસાબથી ભારતની સૌથી મોટી રક્ષા પ્રદર્શન હશે. એક્સ્પોમાં 150થી વધુ વિદેશી કંપની સહિત 1000થી વધુ શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. વર્ષ 2018માં ચેન્નઈમાં થયેલા એક્સ્પોમાં આ સંખ્યા 702 હતી.

બહુ રાષ્ટ્રીય કંપની એમબીડીએ શસ્ત્રો પ્રદર્શિત કરશે. જે અત્યાઆધુનિક લડાકૂ વિમાન રાફેલમાં લગાવવામાં આવશે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, મિસાઈલ અને મિસાઈલ સિસ્ટમ પોર્ટફોલિયોની સીરિઝને પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં સ્કાલ્પ ડીપ સ્ટ્રાઈક અને મેટેયોર એર-ટૂ-એર મિસાઈલ પણ સામેલ છે.

એક્સ્પોમાં અંદાજે 70 દેશો ભાગ લેશે, અંદાજે 40 દેશોના સંરક્ષણ પ્રધાનો તેમાં ભાગ લેવા સહમત થયા છે. ચેન્નાઈમાં એક્સ્પોનું આયોજન 80 એકર ક્ષેત્રમાં થયું હતું, પરંતુ લખનઉમાં આ 200 એકરથી વધુ ક્ષેત્રમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો એક ભાગ ગોમતી રિવરફન્ટ પર પણ આયોજિત કરવામાં આવશે. આ 11મા ડિફેન્સ એક્સ્પો દરમિયાન 19 સેમિનાર આયોજિત કરવાની યોજના છે. જેમાં 15 સેમિનાર એસોચૈમ, સીઆઈઆઈ અને પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ ઉદ્યોગ મંડળો દ્વારા આયોજિત કરવામાં આવશે.

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/pm-modi-to-inaugurate-defence-expo-2020-in-lucknow-today20200205075323/

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.