ETV Bharat / bharat

12મું BRICS સંમેલન: વડાપ્રધાનને પાકિસ્તાન પર સાધ્યુ નિશાન - 'આતંકના સમર્થકોનો વિરોધ' - 2021માં BRICSના 15 વર્ષ થશે પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે BRICS દેશોના સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને આડે હાથ લીધું અને કહ્યું કે, આતંકવાદ આજે ​​દુનિયા સામે સૌથી મોટી સમસ્યા છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે, આતંકવાદીઓને સમર્થન અને સહાય કરનારા દેશોને પણ દોષી ઠેરવવામાં આવે. વડાપ્રધાને કોરોના સંક્રમણને રોકવા માટે રસીઓ પર કરવામાં આવતા સંશોધન વિશે પણ વાત કરી હતી.

વડાપ્રધાનને પાકિસ્તાન પર સાધ્યુ નિશાન
વડાપ્રધાનને પાકિસ્તાન પર સાધ્યુ નિશાન
author img

By

Published : Nov 17, 2020, 10:59 PM IST

  • 12મું BRICS સંમેલન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા સહભાગી
  • BRICS સંમેલનમાં પીએમ મોદીએ કર્યુ સંબોધન
  • સંબોધનમાં પાકિસ્તાન પર સાધ્યુ નિશાન
  • આતંકવાદવાદીઓને સમર્થન અને સહાય કરનારા દેશોને દોષી ઠેરવ

BRICS સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા સામેલ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) દેશોના શિખર સંમેલનમાં સામેલ થયા હતા. PM મોદીએ કહ્યું કે, અમારા માટે સમગ્ર દુનિયા એક પરિવાર જેવી છે. તેમણે કહ્યું કે, સમય જતાં યોગ્ય પરિવર્તન જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે યુએનમાં સમય જતાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ને બદલવાની પણ જરૂર છે.

સંબોધનમાં પાકિસ્તાન પર સાધ્યુ નિશાન

પીએમ મોદીએ કહ્યું કે, ડબ્લ્યુટીઓ, આઈએલઓ જેવી સંસ્થાઓમાં પરિવર્તન લાવવુંએ સમયની જરૂરિયાત છે. તેણે નામ લીધા વિના પાકિસ્તાન પર નિશાન સાધ્યુ હતું. પીએમે કહ્યું કે, આતંકને સહયોગ આપનારા દેશોનો વિરોધ થવો જોઈએ. તેમણે કહ્યું કે, આતંકવાદ એ આજે ​​દુનિયા સામે સૌથી મોટી સમસ્યા છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે આતંકવાદીઓને ટેકો અને મદદ કરનારા દેશોને પણ દોષી ઠેરવવામાં આવે અને આ સમસ્યાની વ્યવસ્થિત રીતે કાર્યવાહી કરવામાં આવે.

'આત્મનિર્ભર ભારત' અભિયાન અંતર્ગત વ્યાપક સુધારણા પ્રક્રિયા શરૂ

પીએમએ કહ્યું, અમે 'આત્મનિર્ભર ભારત' અભિયાન અંતર્ગત એક વ્યાપક સુધારણા પ્રક્રિયા શરૂ કરી છે. આ અભિયાન એ વિશ્વાસ પર આધારીત છે કે એક આત્મનિર્ભર અને સ્થિતિસ્થાપક ભારત કોરોના પછી વૈશ્વિક અર્થતંત્રને મજબૂત બનાવશે અને વૈશ્વિક સાંકળમાં મજબૂત યોગદાન આપી શકે છે. તેમણે કહ્યું, આપણે તેનું ઉદાહરણ કોવિડ -19 દરમિયાન પણ જોયું છે, જ્યારે ભારતીય ફાર્મા ઉદ્યોગની ક્ષમતાને કારણે આપણે 150 થી વધુ દેશોમાં આવશ્યક દવાઓ મોકલી શક્યા છે. આપણી રસી ઉત્પાદન અને ડિલિવરી ક્ષમતાએ પણ માનવતાના હિતમાં કામ કર્યું છે.

2021માં BRICSના 15 વર્ષ થશે પૂર્ણ

પીએમ મોદીએ જણાવ્યુ, 2021માં BRICSના 15 વર્ષ પૂર્ણ થશે. છેલ્લા વર્ષોમાં આપણી વચ્ચે લેવામાં આવેલા વિવિધ નિર્ણયોનું મૂલ્યાંકન કરવા માટે આપણી શેરપા એક અહેવાલ બનાવી શકે છે. 2021માં મારી અધ્યક્ષતા દરમિયાન, આપણે BRICSના ત્રણેય સ્તંભોમાં ઇન્ટ્રા-BRICS સહકારને મજબૂત બનાવવાનો પ્રયાસ કરીએ. નોંધનીય છે કે, BRICS દેશોની આ પરિષદ એવા સમયે યોજાઇ રહી છે જ્યારે છ મહિના પહેલા પૂર્વ લદ્દાખમાં સરહદ પર તેના બે મુખ્ય સભ્ય દેશો ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ બાદ ગતિવિધિ યથાવત્ છે.

હવે બંને પક્ષો ઉંચાઇવાળા વિસ્તારોમાંથી સૈન્યને પાછળ હટાવવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે. તાજેતરમાં, શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)ની ડિજિટલ મીટિંગ દરમિયાન વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.