- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં સંબોધન
- વિશ્વ ભારતી દેશની સૌથી જૂની યુનિવર્સિટી
- પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષ વિધાનસભા ચૂંટણી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન સ્થિત ભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને વીડિયો કોન્ફરન્સના માધ્યથી સંબોધિત કરશે.વડાપ્રધાનના કાર્યાલય (પીએમઓ) દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
રવીન્દ્રનાથ ટાગોર દ્વારા 1921માં સ્થાપિત વિશ્વ ભારતી દેશની સૌથી જૂની યુનિવર્સિટી છે. નોબલ પુરસ્કાર વિજેતા ટાગૌર પશ્ચિમ બંગાળની મુખ્ય હસ્તિઓમાં તેમની ગણના થાય છે.પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષ વિધાનસભા ચૂંટણી યોજાશે.
પીએમઓના નિવેદનમાં કહ્યું કે, વર્ષ 1951માં વિશ્વ ભારતીને કેન્દ્રીય યૂનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :