- આજે સ્વામી વિવેકાનંદ જયંતિ પર રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન
- આ સાથે રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનું પણ આયોજન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમનું કર્યુ સંબોધન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ સમારોહમાં સંબોધન કર્યુ હતું. આ દરમિયાન મહોત્સવના ત્રણ રાષ્ટ્રીય વિજેતાઓ પણ પોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. આ તકે આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રિય શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રિય ખેલ પ્રધાન રિજિજુ પણ હાજર રહ્યા હતાં.
રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનો ઉદ્દેશ
એક અધિકારિક નિવેદન મુજબ રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનો ઉદ્દેશ 18 થી 25 વર્ષના યુવાનોના વિચારોનો સાંભળવાનો છે જે મતદાન કરવાનો અધિકાર ધરાવે છે અને આગામી વર્ષોમાં સાવર્જનિક સેવાઓ સહિત વિભિન્ન સેવાઓમાં સામેલ થશે. આ કાર્યક્રમનો કોન્સેપ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 31 ડિસેમ્બરના થયેલા મન કી બાત કાર્યક્રમમાં રજૂ થયેલા વિચાર પર આધારિત છે. તેમના વિચારોમાંથી પ્રેરણા લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલો મહોત્સવ ભારતનો નવો અવાજ બને અને સમાધાન શોધે તથી નીતિ માટે યોગદાન આપે તેવા વિષય સાથે 12 જાન્યુઆરીથા 27 ફેબ્રુઆરી સુધી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય યુવા મહોત્સનું આયોજન દર વર્ષે 12 થી 16 જાન્યુઆરી સુધી કરવામાં આવે છે. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિ છે, જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવ સાથે સાથે રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.