નવી દિલ્હીઃ કોવિડ-૧૯ મહામારીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રામોજી ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરપર્સન રામોજી રાવ સહિતના પ્રિન્ટ મીડીયાના વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. રામોજી રાવે વાઇરસના ફેલાવા સામે ભારતના જંગ અંગે મૂલ્યવાન સૂચનો કર્યાં હતાં.
દેશના અગ્રણી પ્રાદેશિક અખબાર ઇનાડુનું પ્રતિનિધિત્વ કરતાં રામોજી રાવે ત્રણ સૂચનો કર્યાં હતાં, જે બદલ વડાપ્રધાને તેમનો આભાર માન્યો હતો.
રાવે ગ્રામીણ ભારતને ‘અળગા કરવાની’ તાકીદની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો, જેમાં ભારતની આશરે ૬૫ ટકા વસ્તીનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, "આપણે તમામ ગામોને અલગ પાડી દેવામાં આવે, તે સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવાં જોઇએ. મીડીયા લોકોને જાણ કરવાનું તેનું કામ કરશે, પરંતુ મને એમ લાગે છે કે વધુ કડક પગલાં ભરવાની જરૂર છે. એક વખત આપણે ૬૫ ટકા વસ્તીને અલગ પાડી દઇશું, ત્યાર પછી આપણે હેલ્થકેર સિસ્ટમ પરનું ભારણ ઓછું કરી શકીશું," તેમ તેમણે જણાવ્યું હતું.
-
वैश्विक महामारी कोरोना वायरस के बढ़ते प्रकोप के संबंध में कुछ महत्वपूर्ण बातें देशवासियों के साथ साझा करूंगा। आज, 24 मार्च रात 8 बजे देश को संबोधित करूंगा।
— Narendra Modi (@narendramodi) March 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Will address the nation at 8 PM today, 24th March 2020, on vital aspects relating to the menace of COVID-19.
">वैश्विक महामारी कोरोना वायरस के बढ़ते प्रकोप के संबंध में कुछ महत्वपूर्ण बातें देशवासियों के साथ साझा करूंगा। आज, 24 मार्च रात 8 बजे देश को संबोधित करूंगा।
— Narendra Modi (@narendramodi) March 24, 2020
Will address the nation at 8 PM today, 24th March 2020, on vital aspects relating to the menace of COVID-19.वैश्विक महामारी कोरोना वायरस के बढ़ते प्रकोप के संबंध में कुछ महत्वपूर्ण बातें देशवासियों के साथ साझा करूंगा। आज, 24 मार्च रात 8 बजे देश को संबोधित करूंगा।
— Narendra Modi (@narendramodi) March 24, 2020
Will address the nation at 8 PM today, 24th March 2020, on vital aspects relating to the menace of COVID-19.
બીજું સૂચન આપતાં, રાવે વડાપ્રધાનને ભારતના "મજબૂત" ફાર્મસી ઉદ્યોગની સહાય લેવા અને આ ઉદ્યોગને કોવિડ-૧૯ સામેની રસી શોધવા માટેના તેના સંશોધનમાં પૂરતો સહકાર પૂરો પાડવા માટે જણાવ્યું હતું.
આ સૂચનને પગલે, વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેમણે ફાર્મસી ઉદ્યોગના લોકો સાથે વિડિયો કોન્ફન્સિંગ દ્વારા વાતચીત કરી હતી.
મોદીએ જણાવ્યા પ્રમાણે, "સમગ્ર વિશ્વએ આ મામલે ભારત તરફ આશાની મીટ માંડી છે. મને પૂરો વિશ્વાસ છે કે, ખાનગી ક્ષેત્ર આ કાર્ય કરવા માટે સક્ષમ નીવડશે."
અંતમાં, રાવે જણાવ્યું હતું કે, ભારતે આ રોગચાળાના સૌથી ભયાવહ સ્વરૂપનો સામનો કરનારા બે દેશો - ચીન અને ઇટાલી પાસેથી શીખ મેળવવી જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, "આ દેશોએ કયાં પગલાં ભર્યાં છે તથા આ રોગચાળાનો પ્રસાર ભારતને નુકસાન ન પહોંચાડે તે રીતે તેને અટકાવવા માટે આપણે શું કરી શકીએ, તેનો સરકારના નિષ્ણાતો અભ્યાસ કરી શકે છે."
વડાપ્રધાને ભારતનાં જુદાં-જુદાં ચૌદ સ્થળોના આશરે ૨૦ સિનિયર જર્નાલિસ્ટ સાથે વાતચીત કરી હતી. સહભાગીઓ રાષ્ટ્રીય અને પ્રાદેશિક એમ બંને પ્રકારના માધ્યમ જૂથોનું પ્રતિનિધિત્વ કરતા હતા.
આ સંવાદ દરમિયાન, મોદીએ મીડીયાને સરકાર અને જનતા વચ્ચેની લિંક તરીકેની ભૂમિકા ભજવવાનું અને રાષ્ટ્રીય તથા પ્રાદેશિક એમ બંને સ્તરે સતત પ્રતિભાવ પૂરો પાડવા માટે જણાવ્યું હતું.