નવી દિલ્હી: કોરોના વાયરસ ધીમે-ધીમે ભારત ફેલાઈ રહ્યો છે. આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ વખતે હોળીમાં કોઈપણ કાર્યક્રમમાં હાજરી નહીં આપું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દુનિયાના નિષ્ણાતો COVID-19 કોરોના વાયરસ ફેલાવવાના બચવા માટે સામૂહિક સમારોહને ઓછા કરવાની સલાહ આપી છે. વડાપ્રધાને આ વર્ષે નિર્ણય કર્યો કે, હોળી પર કોઈપણ કાર્યક્રમમાં સામેલ નહીં થાય.
-
Experts across the world have advised to reduce mass gatherings to avoid the spread of COVID-19 Novel Coronavirus. Hence, this year I have decided not to participate in any Holi Milan programme.
— Narendra Modi (@narendramodi) March 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Experts across the world have advised to reduce mass gatherings to avoid the spread of COVID-19 Novel Coronavirus. Hence, this year I have decided not to participate in any Holi Milan programme.
— Narendra Modi (@narendramodi) March 4, 2020Experts across the world have advised to reduce mass gatherings to avoid the spread of COVID-19 Novel Coronavirus. Hence, this year I have decided not to participate in any Holi Milan programme.
— Narendra Modi (@narendramodi) March 4, 2020
ભારતમાં કોરોના વાયરસના 6 કેસ સામે આવ્યાં છે. જેમાં રાજધાની દિલ્હીમાં 1, તેલંગણામાં 3 કેસ સામે આવ્યાં છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં પણ 1 કેસ નોંધાયો છે. રાજસ્થાનના જયપુરમાં એક કોરોના પ્રોઝિટીવ કેસ નોંધાયો છે. આડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ 1-1 કેસ સામે આવ્યાં છે.
કોરોના વાયરસના પગલે ભારત સરકાર એક્શનમાં આવી છે. ભારતમાંથી વિદેશ જનારી પેરાસિટામોલ, વિટામિન B12, વિટામિન B6, વિટામિન B1 જેવી કેટલીક જવાઓના એક્સપોર્ટ પર રોક લગાવી દેવામાં આવી છે. જેથી ભારતમાં આવી દવાઓની અછત ન પડે. સરકારે કોરોના વાયરસ સાવચેત રહેવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોના વાયરસના કાળા કેરને લીધે 3000થી વધુ લોકોના મોત થયા છે. આ વાયરસ 72 દેશોમાં ફેલાયો છે.