સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં દેશની ભાગીદારી અદ્ભુત હશે. મોદી વિદેશપ્રધાન એસ.જયશંકર તથા વિદેશ રાજ્ય પ્રધાન વી.મુરલીધરનથી 75થી અધિક દેશોના પ્રમુખ તથા વિદેશ પ્રધાનની મુલાકાત કરશે. મોદી સોમવારના રોજ સૌથી પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ચેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસ દ્વારા આયોજીત ઉચ્ચ સ્તરીય જલવાયુ પરિવર્તન શિખર સમેલનમાં હાજરી આપશે.
સંયુક્ત રાષ્ટ્ર 24 તથા 25 સપ્ટેમ્બરના રોજ વિકાસ લક્ષ્ય શિખર સમેલનમાં પણ ભાગ લેશે. મોદી 24 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ ચેમ્બરમાં એક વિશેષ કાર્યક્રમ રેલીવેન્સ ઓફ ગાંધી ઇન કન્ટેમ્પ્રેરી વર્લ્ડમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જંયતીના ભાગરૂપે આયોજીત કરવામાં આવ્યું છે. મોદી 25 સપ્ટેમ્બરના રોજ આયોજીત બ્લૂબર્ગ ગ્લોબલ બિઝનેસ સમિટમાં સંબોધન કરશે.
સંયુક્ત રાષ્ટ્રની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલી થાની, નાઈજિરિયાના રાષ્ટ્રપતિ મહમદોઉ ઈસોઉફઉ, ઈટલીની વડાપ્રધાન ગ્યૂસેપે કોંટે, યુનિસેફની કાર્યકારી નિર્દેશક હેનરિટા એચ ફોરને મળશે, ત્યારબાદ વડાપ્રધાન આતંકીઓ અને હિંસાને લઈ દુનિયાના કેટલાક નેતાઓ સાથે ચર્ચા કરશે.
આતંકવાદ અને ચરમપંથ વિરુદ્ધ વાત-ચીત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામિબિયાના રાષ્ટ્રપતિ હેજા ગિગોબ અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત કરશે.