- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મુઝફ્ફરપુરમાં કરુયુ સંબોધન
- મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
- કોરોના મહામારીમાં બિહારમાં સ્થિર સરકારની જરૂર
મુઝફ્ફરપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ પહેલા તેમણે દરભંગામાં એક રેલીને સંબોધન કર્યું હતું.
'જંગલ રાજ' આવશે તો મહામારીમાં બિહાર બમણો ભોગ બનશે
મોદીએ કહ્યું કે બિહારની ચૂંટણી એવા લોકોને ફરીથી ચૂંટવાની તક છે કે જેમણે રાજ્યને અંધકારમાંથી બહાર કાયો છે. જો 'જંગલ રાજ' ના સમર્થકો સત્તા પર પાછા આવશે તો મહામારી દરમિયાન બિહાર બમણો ભોગ બનશે.
બિહારમાં સ્થિર સરકારની જરૂર
પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે આ વખતે બિહારની ચૂંટણી ખૂબ જ અસાધારણ પરિસ્થિતિમાં યોજાઇ રહી છે. આજે આખી દુનિયા કોરોનાને કારણે ચિંતિત છે. બિહારમાં મહામારીના સમયમાં બિહારમાં સ્થિર સરકાર જાળવી રાખવાની જરૂર છે. વિકાસ માટે સર્વોચ્ચ સુશાસનવાળી સરકારની જરૂર છે. આ સમય હવા અને હવાઇ વાતો કરનારા લોકો માટે નથી, પરંતુ જે લોકો પાસે અનુભવ છે, જેમણે બિહારને અંધકારમાંથી બહાર લાવ્યું છે, તેઓને ફરીથી પસંદ કરવાનો છે.
મોદીએ વિપક્ષ પર નિશાન
મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે તમે કલ્પના કરી શકો છો કે, જો એક તરફ મહામારી છે અને તે જ સમયે જો જંગલ રાજનું શાસન આવે તો આ બિહારની જનતા પર ડબલ માર મારવા જેવું હશે. જૂના ટ્રેક રેકોર્ડના આધારે બિહારના લોકો જંગરાજના યુવરાજ પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકે છે.
જે પક્ષોએ બિહારને અરાજકતા, કુશાસન આપ્યું હતું, તેઓ ફરીથી તકની શોધમાં છે. જેમણે બિહારના યુવાનોને ગરીબી અને પલાયન આપ્યું છે, આ પક્ષો કે જે બિહારના ઉદ્યોગોને બંધ કરવા માટે બદનામ છે, જેમાંથી રોકાણકારો ભાગી જાય છે, તે બિહારના લોકોને વિકાસ માટે આશા આપી રહ્યા છે. સરકારી નોકરીની વાતતો એક તરફ પણ આ લોકોના આગમનથી નોકરી આપતી ખાનગી કંપનીઓ પણ બિહારથી ભાગી જશે.
આ પક્ષોનું રાજકારણ જૂઠ, કપટ અને ભ્રમ પર આધારિત છે. આ લોકોની પાસે બિહારના વિકાસ માટે ન તો કોઈ માર્ગ યોજના છે કે ન તો કોઈ અનુભવ.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા કામગીરી
NDA સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે રોકાણ કરી રહી છે, જેમા ગામડાઓ નજીક વધુ સારી સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકી રહી છે, તે બિહારના લોકોને ફાયદો પહોંચાડશે. આ માટે 1 લાખ કરોડ રૂપિયાનું વિશેષ ભંડોળ બનાવવામાં આવ્યું છે.
વર્ષોથી બિહારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. બિહારના ગરીબ પરિવારોને પાયાની સુવિધાઓ મળી રહી છે જેની તેઓ દાયકાઓથી રાહ જોતા હતા. તાજેતરમાં જ બીજી મોટી યોજના શરૂ કરવામાં આવી છે, જેનો લાભ બિહારના લોકોને પણ મળશે.
LPG પ્લાન્ટથી સસ્તો ગેસ મળશે
અહીં મુઝફ્ફરપુરમાં નવો LPG પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ ઉપરાંત પટણા અને પૂર્ણિયામાં પણ LPG પ્લાન્ટ્સનો વિસ્તાર કરવામાં આવ્યો છે. ફક્ત LPG જ નહીં, આ પાઇપલાઇન બિહારના ઘણાં જિલ્લાઓમાં, ઘણાં શહેરોમાં, પાઇપથી સસ્તી ગેસ પણ પૂરા પાડે છે.