વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 31 ઓક્ટોબર ભારતના લોહ પુરુષ સરદાર પટેલનો જન્મદિવસ છે. તેઓ દેશને એક્તાના સૂત્રમાં પરોવનારા મહાનાયક હતાં. સરદાર સાહેબની કાર્યશૈલી વિસે જ્યારે વાંચીએ છીએ, સાંભળીએ છીએ ત્યારે જાણવા મળે છે કે તેમનું પ્લાનિંગ કેટલુ જબરદસ્ત હતું. ભારતના પ્રથમ ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને એક કરવાનું ઐતિહાસિક કામ કર્યું. એક બાજુ તેમની નજર હૈદરાબાદ, જૂનાગઢ અને અન્ય રાજ્યો પર કેન્દ્રિત હતી જ્યારે બીજી બાજુ તેમનુ ધ્યાન દૂર દૂર દક્ષિણમાં લક્ષદ્વીપ ઉપર પણ હતી. આજકાલ દુનિયાના અનેક દેશોમાં દિવાળી ઉજવાઈ રહી છે. તેમાં માત્ર ભારતીય સમુદાય સામેલ થાય એવું નથી પરંથુ હવે અનેક દેશોની સરકારો, ત્યાંના નાગરિકો દિવાળીને ખૂબ જ હર્ષોલ્લાસની સાથે ઉજવે છે. એક પ્રકારથી ત્યાં ભારત ઊભું કરી દે છે.
ગુરુનાનક દેવજી તિબ્બત પણ ગયાં, જ્યાંના લોકોએ તેમને ગુરુ માન્યાં. તેઓ ઉઝ્બેકિસ્તાનમાં પણ પૂજનીય છે. પોતાની એક ઉદાસી દરમિયાન તેમણે મોટા પાયે ઈસ્લામિક દેશોનો પણ પ્રવાસ ખેડ્યો જેમાં સાઉદી અરબ, ઈરાક અને અફઘાનિસ્તાન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેક્ટસ, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રીશીયન પાર્ક, એક્તા નર્સરી જેવા અનેક આકર્ષણ કેન્દ્ર સતત વિક્સી રહ્યાં છે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળી રહ્યું છે તથા લોકોને રોજગારીની નવી તકો મળી રહી છે. ટુરિઝમ ઉદ્યોગ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અભ્યાસનો વિષય હોઈ શકે છે. આપણે બધા તેના સાક્ષી છીએ કે કેવી રીતે એક વર્ષની અંદર એક સ્થાન, વિશ્વ પ્રસિદ્ધ પર્યટક સ્થળ તરીકે વિક્સિત થાય છે. ખુબ મોટો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. સરકાર પણ પોતાની ભૂમિકા ભજવી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ ગત વખતે મન કી બાતમાં અમે નક્કી કર્યું હતું કે આ દિવાળી પર કઈંક અલગ કરીશું. મેં કહ્યું હતું કે આવો આપણે બધા આ દિવાળી પર ભારતની નારી શક્તિ અને તેમની ઉપલબ્ધિઓને મનાવીએ. એટલે કે ભારતની લક્ષ્મીનું સન્માન કરીએ. સોશિયલ મીડિયા પર અગણિત પ્રેરણા આપતી કહાનીઓની લાઈન લાગી ગઈ. ટ્વીટર પર એક્ટિવ રહેતા ગીતિકા સ્વામીનું કહેવું છે કે તેમના માટે મેજર ખુશ્બુ કંવર ભારતની લક્ષ્મી છે જે બસ કન્ડક્ટરની પુત્રી છે. તેમણે આસામ રાઈફલ્સની ઓલ વુમન ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. પીએમ મોદીએ દીપાવલીની શુભકામનાઓ આપતા એક શ્લોક પઢ્યો.
તેમણે કહ્યું કે સાથીઓ દુનિયામાં ફેસ્ટીવલ ટુરિઝમનું એક અલગ આકર્ષણ છે. આપણું ભારત, જે કન્ટ્રી ઓફ ફેસ્ટીવલ છે તેમાં FestivalTourism ની અપાર સંભાવનાઓ છે. આપણા પ્રયત્નો હોવા જોઈએ કે આપણે તહેવારોનો પ્રસાર કરીએ. આપણા ત્યાં દરેક રાજ્ય, ક્ષેત્રના પોત પોતાના વિભિન્ન ઉત્સવો હોય છે. બીજા દેશોના લોકોને તો તેમા ખુબ રસ હોય છે. આથી ભારતમાં FestivalTourism વધારવા માટે દેશની બહાર રહેતા ભારતીયોની ભૂમિકા મહત્વની છે.