ETV Bharat / bharat

જૂનાગઢમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા તડામાર તૈયારીઓ, સુરક્ષા પર રહેશે બાજનજર - election 2019

જૂનાગઢ: સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ તેની ચરમસીમા પર છે. તમામ પાર્ટીઓ અને સ્થાનિક પક્ષોમાં સત્તાના સિંહાસન પર બિરાજવાના અભરખા સેવાતા હોય છે, ત્યારે દેશની પ્રમુખ પાર્ટીઓમાં લોકસભા ચૂંટણીને લઈ ખાસ પ્લાન સાથે રેલીઓ અને જનસભા કરવાનું આગવું આયોજન હોય છે. આ શ્રેણીમાં વડાપ્રધાન મોદી પણ આગામી સમયમાં જૂનાગઢ ખાતે એક દિવસીય કાર્યક્રમ હોય જેને લઈ હાલ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

વડાપ્રધાન મોદી
author img

By

Published : Apr 8, 2019, 5:10 PM IST

વડાપ્રધાન મોદી આગામી ૧૦મી તારીખે જૂનાગઢમાં ચુંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. મોદી જૂનાગઢ અને પોરબંદર બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કરવા આવી રહ્યા છે. અહીં મોતીબાગના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડમાં સભાને સંબોધન કરશે. ત્યારે હાલ તો વડાપ્રધાનની સુરક્ષાને લઈને મોતીબાગ કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સભા સ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ એસઆરપી અને પોલીસના જવાનોનો ચુસ્ત બંધોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે.

જૂનાગઢમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા તડામાર તૈયારીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.