તિરૂપતિમાં જનસભાને સંબોધન
- દેશની સામે બે મોટા તહેવાર આવી રહ્યા છે, એક છે 2019માંં મહાત્મા ગાંધીના જન્મના 150 વર્ષ પૂર્ણ થાય છે, અને બીજું 2022 એટલે કે 75 વર્ષ સ્વતંત્રતા. આ પ્રસંગે જો 130 કરોડ દેશવાસીઓ જો એક સાથે ચાલે તો દેશ 130 કરોડ ગણું આગળ વધી શકે છે.
- હું આંધ્રમાં સરકાર બનાવવા માટે જગન રેડ્ડીને અભિનંદન પાઠવુ છું અને હું અહીં લોકોને ખાતરી આપું છું કે કેન્દ્ર સરકાર હંમેશા તમારા સપનાને પરિપૂર્ણ કરવા માટે તમારી સાથે રહેશે.
- કેટલાક લોકો હજુ સુધી ચૂંટણી પરિણામોમાંથી બહાર નીકળી શક્યા નથી. આ તેમનું કામ છે. પરંતુ અમારા માટે ચૂંટણીઓ માટેનું પ્રકરણ સમાપ્ત થયું છે અને હવે 130 કરોડ લોકોને સેવા આપવાનું શરૂ કરી દીધું છે.
- દેશની સેવા કરવાના ઘણા રસ્તા છે. જેમની પાસે સરકારની જવાબદારી છે તેઓ સરકારના માધ્યમથી અને લાખો કર્મચારીઓ સ્વતંત્ર રીતે દેશની સેવા કરે છે.
- આપણે સરકાર પણ બનાવવી પડશે અને દેશ બનાવવો પડશે. માટે સરકારનો ઉપયોગ દેશ બનવા માટે થવો જોઈએ, પાર્ટીનો વધારો કરવા માટે સરકારનો ઉપયોગ ના થવો જોઇએ.
- ચૂંટણી સમયે ચૂંટણી મેદાનમાં લડવામાં આવે છે. પરંતુ જનતા જનાર્દનના હ્રદય જીતવાનું કામ, આપણે 365 દિવસો માટે ચાલુ રાખવું પડશે.
- અમે ફક્ત ભાજપના કાર્યકરો જ નથી, અમે લોકોના ભારતના કલ્યાણમાં સંકળાયેલી પ્રણાલીનો એક ભાગ છે અને એક ભવ્ય ભારત બનાવવા માટે અમે સમર્પિત છીએ.
- મને ઘણી વાર તિરુપતિ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે ફરીથી નવી સરકાર બનાવ્યા બાદ હું ભગવાન વેંકટેશના આશિર્વાદ લેવા આવ્યો છું.