વડાપ્રધાનના સ્વાગત માટે નેતાઓ સહિત હજારો લોકો ઉમટ્યા પાલમ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરીકામાં જે રીતે દેશને ગૌરવ અપાવ્યું છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનને બેનકાબ કર્યું છે તેના માનમાં જશ્નની તૈયારીઓ કરી હતી અને વડાપ્રધાનનું એરપોર્ટ પર જે.પી નડ્ડા સહિતના ભાજપ નેતાઓએ સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ વડાપ્રધાને સભા સંબોધન કરી હતી. જ્યાં PMએ સંબોધનમાં ઉરી સર્જીકલ સ્ટ્રાઇકને યાદ કરી હતી. આ ઉપરાંત અમેરીકી ભારતીયોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સંબોધન બાદ PM મોદીએ 2.5 કિલોમીટર સુધી લોકોનું અભિવાદન ઝિલ્યુ હતું.
ભાજપના કાર્યકર્તા દ્વારા રોડ શૉ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીના સાંસદો સહિત અનેક લોકો જોડાયા હતાં.
મહત્વનું છે કે, PM મોદીએ અમેરિકાના 7 દિવસીય પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હ્યુઝટનના ભારતીય નાગરિકોને સંબોધન કર્યુ હતું જેને લઇને વડાપ્રધાન મોદીએ અમેરીકી પ્રશાસન અને ખાસ કરીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં PM મોદીએ કહ્યું કે, હ્યુસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમ ભવ્ય હતો. તે કાર્યક્રમમાં હાજર હ્યુસ્ટન અને ટેક્સાસના લોકોએ ભારતની શક્તિનું જે પ્રદર્શન કર્યું હતું તેની ચર્ચા રિપ્બ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના લોકોએ પણ કરી હતી.
આ દરમિયાન મોદીએ અમેરિકામાં રહેતા મૂળ ભારતીય લોકોનું પણ અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું કે, દુનિયાભરમાં રહેતા ભારતીય લોકોએ તે દેશોના લોકોના આદાર-સત્કાર અને સમ્માન મેળવ્યા છે.
PMએ કહ્યું કે, ભારતના લોકો સમગ્ર દુનિયાને પ્રભાવ કરી શકે છે અને દુનિયાભરમાં ભારતની આન-બાન અને શાનની ચર્ચા થઇ રહી છે.
આ સાથે જ રવિવારથી શરૂ થતાં નવરાત્રીના તહેવારની પણ શુભેચ્છાઓ પાઠવી હતી. દુર્ગા પૂજાથી લઇને સમગ્ર જગ્યાએ માહોલ ઉત્સવી રહેશે.
વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, 2014માં વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ UN ગયા હતા અને આ વખતે પાંચ વર્ષ બાદ UNમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે.