નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા લૉકડાઉન દરમિયાન અર્થવ્યવસ્થાને થઇ રહેલા નુકસાનથી બચવા માટે કેટલીક જાહેરાતો કર્યા બાદ વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે તેની સરાહના કરી હતી.
PM મોદીએ કહ્યું કે, આજે RBIએ જે જાહેરાતો કરી છે તેનાથી તરલતા વધશે અને ઋણ આપૂર્તિમાં સુધારો થશે.
આ પગલાઓથી આપણા નાના વ્યવસાયો, MSME, ખેડૂતો અને ગરીબોને મદદ મળશે. આ WAMAની સીમા વધારીને બધા જ રાજ્યોની મદદ કરશે.
આ ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહે RBIની પ્રશંસા કરતા કહ્યું કે, મોદી સરકાર કોરોના વાઇરસ સામેની લડતમાં તમામ સંભવિત પ્રયાસો કરી રહી છે. જેનાથી આવનારા દિવસોમાં એક મજબુત અને સ્થિર ભારતની યોજના બનાવતા સમયે લોકોના જીવનમાં ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે.
તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાને વધારો આપવા માટે RBI દ્વારા ભરાયેલા પગલા, PMને વધુ મજબુત કરશે.
તેમણે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને વધારો આપવા માટે NABARDને 15 હજાર કરોડના ઋણ સુવિધા આપવાનો RBIનો નિર્ણય, SIDBIને 15 હજાર કરોડ આપણા ખેડૂતોની ખૂબ જ મદદ કરશે.
આ ઉપરાંત MSMEs અને સ્ટાર્ટ અપને ખૂબ જ જરુરી નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે.