- PM મોદી વારાણસીમાં પરિયોજનાનો શિલાન્યાસ કરશે
- પોતાના લોકસભા મત વિસ્તારમાં વિકાસ પરિયોજનાનું લોકાર્પણ કરશે
- વડાપ્રધાન મોદી સાથે CM યોગી પણ જોડાશે
લખનઉઃ વડાપ્રધાન મોદી સોમવારે પોતાના લોકસભા મત વિસ્તાર વિસ્તાર વારાણસીમાં વિભિન્ન વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ આયોજનમાં જોડાશે. રાજ્ય સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, વડાપ્રધાન સોમવારે 600 કરોડથી વધુ રૂપિયાની 30 વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.
કઇ-કઇ પરિયોજનાનો સમાવેશ
જે પરિયોજનાઓનું લોકાર્પણ થશે. તેમાં નગર વિકાસ વિભાગની ત્રણ પરિયોજનાઓ, પર્યટન વિભાગ અને નિર્માણ વિભાગની બે-બે, ઉર્જા ગૃહ, સ્વાસ્થય અને ચિકિત્સા, કૃષિ, રમત-ગમત, સહકારિતા, મહિલા તેમજ બાળ વિકાસ તથા પંચાયતીરાજ વિભાગ અને ભારતીય વિમાનપતન પ્રાધિકરણની એક-એક પરિયોજનાનો સમાવેશ છે.
આ ઉપરાંત વડાપ્રધાન નગર વિકાસ વિભાગની આઠ પરિયોજનાઓ, આવાસ અને શહેરી નિયોજન, ગૃહ, લોક નિર્માણ, પર્યટન તથા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ તથા આવાસ અને શહેરી નિયોજન/ નગર વિકાસ વિભાગની એક-એક પરિયોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.