નવી દિલ્હી: પીએમ કેર્સ ફંડે કોરોના સામેની લડત માટે 3100 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી હતી. વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, પીએમ કેર્સ ફંડએ કોરોના સામેની લડત માટે 3100 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.
આ રકમમાંથી 2,000 કરોડનો ઉપયોગ વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવશે અને 1000 કરોડ સ્થળાંતર મજૂરો માટે અને 100 કરોડ રસી વિકસાવવા માટે વાપરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાષ્ટ્રને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, લોકડાઉન 4.0 માટે સંપૂર્ણપણે નવા ધોરણો નક્કી કરવામાં આવશે. 18 મે પહેલા આ ધોરણો જાહેર કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર મુખ્યત્વે ઉદ્યોગો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને ફરીથી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.