ન્યુઝ ડેસ્ક : વિશ્વ જ્યારે કોરોના વાઇરસ સામે લડાઇ લડી રહ્યો છે, ત્યારે આ લડાઇ વચ્ચે વડાપ્રધાન મોદીના આજરોજના દેશમાં જનતા કર્ફ્યુના આહવાનને પુરતો પ્રતિસાદ મળી રહ્યો છે ને સમગ્ર દેશની જનતા આ આહવાનના પગલે જોડાઇ અને બંધ પાળ્યો છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દેશની જનતાને ફરી આ કર્ફ્યુનું સમર્થન કરી અને દેશવાસીઓેને જોડાવવા અપીલ કરી છે. ઉપરાંત વાઇરસના કહેર વચ્ચે લડાઇ લડી અને તેમાં સફળ થવા પણ વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે.
ઉલ્લેખનિય છે કે વિશ્વ અને દેશ મહામારી વચ્ચે પસાર થઇ રહ્યો છે, ત્યારે આ મહામારીના પગલે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો અસરગ્રસ્ત પણ થયા છે. આ તકે આ મહામારીને પગલે હાલમાં 182 દેશ કોરોના વાઇરસ સામે લડાઇ લડી રહ્યાં છે, ત્યારે આ વચ્ચે જો મૃત્યુઆંકની વાત કરવામાં આવે તો આ આંકડો 11000ને પાર પહોંચ્યો છે, જ્યારે આ તકે ઇટાલીમાં તો હાહાકાર મચાવતા 24 કલાકમાં 627 લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે આ મોતના આંકડાને જોતા તો લાગી રહ્યું છે કે કોરોના વાઇરસ ઇટાલીમાં બેકાબુ બન્યો છે. જે દેશમાં અસરગ્રસ્તોમાં ચીનમાં બાદ બીજા નંબર પર આવે છે. આ તકે જો અન્ય દેશની વાત કરવામાં આવે તો સ્પેનમાં 212 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં વિશ્વમાં 2,00,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.
કોરોના વાઇરસની મહામારી સામે અન્ય દેશ સામે ભારતે સારી લડાઇ આપી તેવુ ક્યાંકને ક્યાંક કહી શકાય. કારણ કે અન્ય દેશની સરખામણીએ ભારતમાં રીકવરીના કેસ પણ સામે આવ્યા છે. આ ઉપરાંત 4ના મોત નિપજ્યા છે જ્યારે આ તકે 300થી વધુ લોકો અસરગ્રસ્ત પામ્યા છે. જે આંકડો જોતા ભારતે વાઇરસની મહામારી સામે લડાઇ આપી છે તેવુ કહી શકાય.