જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશના તમામ ભાજપ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું, "હું ભાજપના દરેક કાર્યકર્તાઓને તેમના સેવાભાવ તેમજ પરિશ્રમ માટે આદરપૂર્વક નમન કરૂ છું. આ અમારા માટે એક પ્રેરણા બની રહેશે. હું તમામ કાર્યકર્તાઓ અને તેમના કુટુંબના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂ છું."
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા જેવા ઘણા વરિષ્ઠ નેતાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
-
Pandit Deendayal Upadhyaya Ji’s ideals inspire us to serve the poor and ensure a positive difference in their lives.
— Narendra Modi (@narendramodi) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
On his Jayanti tomorrow, 25th September at 11 AM, I would be addressing @BJP4India Karyakartas from all over India.
Do watch. pic.twitter.com/7sFPFWwiXF
">Pandit Deendayal Upadhyaya Ji’s ideals inspire us to serve the poor and ensure a positive difference in their lives.
— Narendra Modi (@narendramodi) September 24, 2020
On his Jayanti tomorrow, 25th September at 11 AM, I would be addressing @BJP4India Karyakartas from all over India.
Do watch. pic.twitter.com/7sFPFWwiXFPandit Deendayal Upadhyaya Ji’s ideals inspire us to serve the poor and ensure a positive difference in their lives.
— Narendra Modi (@narendramodi) September 24, 2020
On his Jayanti tomorrow, 25th September at 11 AM, I would be addressing @BJP4India Karyakartas from all over India.
Do watch. pic.twitter.com/7sFPFWwiXF
પંડિત ઉપાધ્યાયનો પરિચય:
ભારતીય રાજકારણના દિગ્ગજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના જાણીતા પ્રચારક, દાર્શનિક અને રાજકીય પક્ષ ભારતીય જનસંઘના સહ-સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર, 1916ના રોજ મથુરામાં થયો હતો.
તેઓ જ્યારે સ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા હતા તે સમયે તેઓ RSS ના સંપર્કમાં આવ્યા હતા અને તેના પ્રચારક બન્યા. જો કે તેની પહેલા તેમણે વર્ષ 1939 અને 1942માં સંઘની શિક્ષાની તાલીમ લીધી હતી. વર્ષ 1951માં ભારતીય જનસંઘના પાયા નખાયા અને આ પક્ષની સ્થાપનાનું સમગ્ર કાર્ય તેમણે શ્યામા પ્રસાદ મુખર્જી સાથે મળીને કર્યુ હતું. વર્ષ 1967માં તેઓ ભારતીય જનસંઘના પ્રમુખ બન્યા હતા.