નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંશોધિત નાગરિકતા બિલને લઇ મુસલમાનોને અવડે માર્ગે લઇ જનાર વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદી '24 કેરેટનું સોનુ' છે અને તેની નિયત પર શક કરવો જોઇએ નહીં.
ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ મહરોલીમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યાં હતાં. તે સમયે સંરક્ષણ પ્રધાને કહ્યું કે, કોઇ પણ મુસ્લિમ લોકો પર આંગળી ન ચીંધી શકે. વધુમાં કહ્યું કે વિપક્ષો વોટ માટે મુસલમાનોમાં ડર પેદા કરી રહ્યા છે. વધુમાં રાજનાથ સિંહે સભાને સંબોધન કરતા કહ્યું કે,' અમારા વડાપ્રધાન 24 કેરેટના છે. તેની નિયત પર શક ન કરી શકાય'. સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ પર ભરોસો કરે છે. સંબોધન કરતા કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યો હતો અને કહ્યું કે કહો અને કરોમાં અંતર છે.