ETV Bharat / bharat

સ્વરા ભાસ્કર પર કોર્ટના આદેશનું અવમાન કરવાનો આરોપ, કોર્ટમાં કાર્યવાહી કરવા માંગ - સ્વરા ભાસ્કર રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ

પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતી અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે અવમાનની કાર્યવાહી શરૂ કરતા પહેલા અટૉર્ની જનરલ કે.કે. કે. વેણુગોપાલની સંમતિ માંગવામાં આવી હતી. અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સ્વરાએ કથિત અપમાનજનક અને દૂષિત નિવેદનો આપ્યા હતા.

સ્વરા
સ્વરા
author img

By

Published : Aug 18, 2020, 10:36 AM IST

નવી દિલ્હી: પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતી અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે અવમાનની કાર્યવાહી શરૂ કરતા પહેલા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલની સંમતિ માંગવામાં આવી હતી. અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સ્વરાએ કથિત અપમાનજનક અને દૂષિત નિવેદનો આપ્યા હતાં.

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી એક અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સ્વરા ભાસ્કરે 1 ફેબ્રુઆરી, 2020ના રોજ પેનલ ચર્ચા દરમિયાન અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે નિવેદન આપ્યું હતું. આ ચર્ચાનું આયોજન મુંબઇ કલેક્ટીવ દ્વારા કરવામાં આવ્યું હતું. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નિવેદન અપમાનજનક અને સ્વભાવથી દૂષિત હતું અને કોર્ટને બદનામ કરનારુ છે. પ્રશંસા મેળવવા માટે આ એક સસ્તી પબ્લિસિટી સ્ટંટ છે.

શું હતું નિવેદન?

અરજી પ્રમાણે સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, હવે આપણે એવી પરિસ્થિતિમાં છીએ, જ્યાં આપણી અદાલત સુનિશ્ચિત નથી કે તે સંવિધાન પર વિશ્વાસ કરે છે કે નહીં. આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં જણાવ્યું હતું કે, બાબરી મસ્જિદનો ધ્વંસ ગેરકાનૂની હતો અને પછી તે જ નિર્ણયે એ જ લોકોને મસ્જિદને તોડી પાડનારાઓને ઈનામ આપવામાં આવ્યું.'

શું કહે છે કાયદો

અદાલતની અવમાનના કાનૂન, 1971ની કલમ 15 હેઠળ, કોઈપણ વ્યક્તિ સામે અવમાનની કાર્યવાહી શરૂ કરવા માટે એટર્ની જનરલ અથવા સોલિસિટર જનરલની સંમતિની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.