ETV Bharat / bharat

હાથરસ દુષ્કર્મ કેસની તપાસને લઈ દાખલ કરેલી અરજી પર આજે SCમાં સુનાવણી

ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતિ સાથે સામૂહિક દુષ્કર્મ અને મોતના કેસની CBI કે પછી SITની તપાસ કરાવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે.

petition
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
author img

By

Published : Oct 6, 2020, 9:23 AM IST

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતિ સાથે સામૂહિક દુષ્કર્મ અને મોતના કેસની CBI કે પછી SITની તપાસ કરાવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડે જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ રામાસુબ્રમણ્યમની બેન્ચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં એક (PIL)Public Interest Litigation દાખલ કરી છે. જેમાં આ સમગ્ર કેસની તપાસ CBI અથવા SIT પાસે કરાવવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં તપાસની દેખરેખ રાખવા સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના હાલના અથવા નિવૃત્ત જજને રાખવાની માંગ કરવામાં આવી છે. દિલ્હીના સત્યમા દુબે, વિકાસ ઠાકરે, રુદ્ર, પ્રતાપ યાદવ અને સૌરભ યાદવે આ અરજી દાખલ કરી છે. અરજીમાં કહ્યું કે, યૂપીમાં આ કેસની તપાસ ટ્રાયલ અને નિષ્પક્ષ થઈ શકશે નહી.

ઉત્તર પ્રદેશમાં હાથરસની ઘટના બાદ દેશભરમાં ઉત્તર પ્રદેશ સરકાર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. યુપી સરકારે CBI સાથે કેસની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. સામાજીક કાર્યકર્તા સત્યમ દુબે અને અન્ય લોકોએ દાખલ કરેલી PILમાં જણાવ્યું છે કે "નિષ્પક્ષ" તપાસની જરૂર છે. અરજીમાં યુપી પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોલીસના વિરોધ પક્ષના નેતાઓ સાથેની અથડામણ અને બપોરે 2.30 કલાકે મૃતદેહના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે.

અરજીમાં માંગ કરવામાં આવી છે કે, જ્યાં સુધી ટ્રાયલ શરુ થાય, તો તેને યુપીથી દિલ્હીમાં સ્થાનાંતરિત કરવામાં આવે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ રામાસુબ્રમણ્યમની ત્રણ સભ્યોની પીઠ વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા PIL (Public Interest Litigation) અરજી પર સુનાવણી કરશે.

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે તેમની સરકાર "મહિલાઓની સુરક્ષા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે", તેમણે CBI તપાસની ભલામણ કરી છે.રાજ્યની ભાજપ સરકાર દ્વારા હાથરસ જિલ્લાના પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે 14 સપ્ટેમ્બરે સામૂહિક દુષ્કર્મ થયું હતું. જે બાદ યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સામૂહિક દુષ્કર્મની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું હતું. યુવતી સાથે તેના જ ગામના રેહવાસી 4 યુવકો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.