પ્લાસ્ટિક પ્રતિબંધના ભાગરૂપે કચરામાંથી બનાવાયેલા વિશ્વના સૌથી મોટા 1,650 કિલોગ્રામના સ્પિનિંગ વ્હીલ ચરખાની સ્થાપના કરાઈ હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા આ ચરખાનું ઉદ્ઘાટન કરાયું હતુ.
સેક્ટર 94માં મહામાયા ફ્લાયઓવર નજીક વિશ્વનો સૌથી મોટો ચરખો સ્થાપિત છે. 14 ફૂટ ઉંચાઈ અને 20 ફૂટ લંબાઈ જ્યારે 8 ફૂટ જાડાઈ ધરાવે છે. પ્લાસ્ટિકના કચરામાંથી બનાવેલું સ્પિનિંગ વ્હીલ ઈન્ડિયા બુક રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવામાં સફળ રહ્યું છે. લોકોમાં પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' બંધ કરવા સરકારે આ પહેલ કરી છે.