પોતાના ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું સપનું જોતા આ માણસ ગ્રામ પંચાયતના પ્રમુખ બસવરાજ બિદનાલ છે. તેમણે બાળકો પાસેથી અત્યાર સુધીમાં 16,000 પ્લાસ્ટિકની બોટલો ભેગી કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની 150મી જન્મજયંતિના પ્રસંગે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમને સન્માનિત કર્યા હતા.
કચરાને જુદો પાડી આવક ઉભી કરવાની યોજના ધરાવતા બાસવરાજે કહ્યું કે વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ તેમનો સંપર્ક કરીને ગામમાં પ્લાસ્ટિક-બેંક ખોલવાનું સૂચન કર્યું છે, જેથી પ્લાસ્ટિકના નિકાલ માટે સરળ સુવિધા મળી રહે. ગ્રામવાસીઓ પણ તેમની આ પહેલને સમર્થન કરી પ્લાસ્ટિક વિરૂદ્ઘની ઝુંબેશમાં જોડાયા છે.