નવી દિલ્હી: દક્ષિણના કેટલાક રાજ્યોમાં કેટલાક દિવસો પહેલા ધર્માતરણ થયાં હતાં. આ મામલાને લઇ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે. આ અરજીમાં અપીલ કરવામાં આવી છે કે, કોર્ટ કેન્દ્ર સરકારને ધર્માતરણને રોકવા માટે કાયદો બનાવવાનો આદેશ આપે એવું કહેવાયું હતું, પરંતુ કોર્ટે મનાઇ ફરમાવતા કહ્યું કે, કાયદો બનાવવો એ સંસદનું કામ છે, કોર્ટનું નહીં.
તમને જણાવી દઇએ કે, અરજી દાખલ કરનારે વહેલામાં વહેલી તકે ધર્માતરણ વિરોધી કાયદો બનાવવાની અપીલ કરી હતી. જેમાં તમિલનાડુથી જોડાયેલા કેટલાક કેસ ઉદાહરણ સ્વરૂપે આપ્યાં હતાં. જેને સુપ્રીમ કોર્ટે નકાર્યા છે. જેના પર કેન્દ્ર સરકારે કોઇ પણ આદેશ બહાર પાડ્યા નથી.