કોવિડ-19 રસીના ઈમરજન્સી ઉપયોગ ને લઈને ઔપચારિક મંજૂરી
ફાઈઝરે ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે અરજી કરી
નવી દિલ્હી : દવા નિર્માતા કંપની ફાઈઝરે તેમના દ્વારા વિક્સિત કોવિડ-19 રસીના ઈમરજન્સી ઉપયોગ ને લઈને ઔપચારિક મંજૂરી માટે DCGI સમક્ષ કરજી કરી છે.કંપની તરફથી ભારતીય નિયામસંસ્થાને પણ આગ્રહ કર્યો છે.ફાઈઝર બ્રિટન અને બહેરીનમાં કોરોના વેક્સિનમાં આ પ્રકારની મંજૂરી મળ્યા બાદ ફાઈઝરે ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે અરજી કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ રસીની આયાત અને વિતરણ માટે મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે.આ સિવાય દવા અને ક્લિનિકલ પરીક્ષણ નિયમ 2019ની જોગવાઈઓ હેઠળ ભારતની વસ્તી પર ક્લિનિકલ પરીક્ષણની પરવાનગી આપવાનો અનુરોધ કર્યો છે.સુત્રોએ કહ્યું કે, ફાઈઝર ઈન્ડિયાએ ભારતમાં તેમના કોવિડ-19ની ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી માટે 4 ડિસેમ્બરના રોજ ડીજીસીઆઈને આવેદન આપ્યું છે.
બ્રિટેન બુધવારના રોજ ફાઈઝર કોવિડ-19 રસની ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. બ્રિટેન બાદ બહરીન પણ દુનિયાનો બીજો દેશ બની ગયો છે. જે દવા નિર્માતા કંપની ફાઈઝર અને તેમના જર્મન સહયોગી બોયોએનટેક દ્વારા વિકસિત કોવિડ-19ની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.ફાઈઝરે અમેરિકામાં વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે પણ અરજી કરી ચૂકી છે.
આ પણ વાંચો :