ઈંડિયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે જોઈએ તો દિલ્હી, કલકત્તા, મુંબઈ તથા ચેન્નઈમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશ: 70.05 રૂપિયા, 72.31 રૂપિયા, 75.75 રૂપિયા તથા 72.77 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. આ ચારેય મહાનગરમાં ડીઝલના ભાવ વધીને 63.90, 65.82,66.99 તથા 67.59 રૂપિયા પ્રતિલીટર થઈ ગયું છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં વિતેલા દિવસોમાં કાચા તેલમાં આવેલી વૃદ્ધિને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારે થયો છે. બે જ દિવસમાં દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 12 પૈસા જ્યારે ચેન્નઈમાં 13 પૈસાનો લીટરે વધારો થયો છે.