આ કાયદાને સંદર્ભે પૂર્વોત્તરમાં લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ આના વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે વકીલ એમ.એલ.શર્માએ જણાકારી આપતા કહ્યું કે, CAB બંધારણના વિરૂદ્ધ છે અને આ અરજીનો આધાર છે. પીસ પાર્ટીના વકીલ પંખુડી શ્રીવાસ્તવે કહ્યું કે,આ કાયદો અનુચ્છેદ 14ના વિરૂદ્ધ છે અને બંધારણના મૂળ આધાર, ધર્મ નિરપેક્ષતાનો ઉલ્લંધન કરે છે.
પીસ પાર્ટીના મોહમ્મદ આયૂબે આ બાબત પર કહ્યું કે, કાયદો બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોના વિરૂદ્ધ છે અને આ કાયદો દેશ અને સમાજમાં અલગ કરે છે. જોકે, ફક્ત લધુમતીઓને આ કાયદાથી બહાર રાખવામાં આવ્યું છે. તેથી જ કાયદા વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.