ETV Bharat / bharat

ભાડૂતને મકાન ખાલી ન કરાવવા અંગેની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી - ગૃહ સચિવ અને મુખ્ય સચિવે

લોકડાઉનને કારણે ભાડૂતને ભાડૂ ન ચૂકવતા મકાન ખાલી ન કરવાના નિર્દેશ અને મકાનમાલિકોને તેના બદલામાં વળતર આપવાની માગ કરતી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અંંગે નિર્ણય લીધો છે.

ભાડૂતને મકાન ખાલી ન કરાવવા અંગેની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી
author img

By

Published : Jun 15, 2020, 10:54 PM IST

નવી દિલ્હી: આ અરજી એડવોકેટ ગૌરવ જૈન દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનને કારણે મધ્યમ વર્ગના લોકો જેમ કે ઘરેકામ કરતા લોકો, મજૂરો, રિક્ષા ચાલકો, દુકાનદારો, ઓફિસ બોયઝ, ગાર્ડઝ, વેઇટર, વગેરેની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. તેઓ મકાનનું ભાડૂ ચૂકવવાની સ્થિતિમાં નથી અને તેમના પર મકાન ખાલી કરવાનું દબાણ વધ્યું છે.

મકાન ખાલી કરાવવું એ બંધારણનું ઉલ્લંઘન છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો એપ્રિલથી જૂન સુધી મકાનનું ભાડૂ ચૂકવી નથી શકતા, તો તેમને ઘર ખાલી ન કરવાનો આદેશ આપવામાં આવે, તેમની પાસે એટલા પૈસા નથી કે તે લોકો ખોરાકની ચીજોની ખરીદી કર્યા પછી પણ ભાડૂ આપી શકે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જો પૈસાના અભાવે કોઈનું મકાન ખાલી કરવામાં આવે તો તે બંધારણની કલમ 19 (1) અને 21નું ઉલ્લંઘન છે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ગૃહ સચિવ અને મુખ્ય સચિવે તેમના બે આદેશોમાં મકાનમાલિકોને ભાડું ન માગવાનું કહ્યું હતું. અનલોક-1માં કામગીરી શરૂ થવા છતાં આ લોકો ઘરનું ભાડુ ચૂકવવાની સ્થિતિમાં નથી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ભાડાનું ચુકવણી નહીં કરવાને બદલે મકાનમાલિકોને વળતર આપવા માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.