ETV Bharat / bharat

દિલ્હી હિંસાના દોષિઓ સામે કડક પગલા લેવાશે: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન - રાજ્યસભામાં દિલ્હી હિંસાની ચર્ચા

રાજ્યસભામાં દિલ્હી હિંસાને લઇને અમિત શાહે જવાબ આપ્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, જ્યાં પણ હિંસા થવાની શક્યતા હતી ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. અમિત શાહે કહ્યું કે, હું સ્પષ્ટ કરી રહ્યો છું કે CAA કોઈની નાગરિકતા લેવાનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવાનો કાયદો છે. જો NPRની વાત કરવામાં આવે તો તેમાં માહિતી આપવાની જોગવાઇ વૈકલ્પિક છે.

દિલ્હી હિંસાના દોષિઓ સામે કડક પગલા લેવાશે: રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન

author img

By

Published : Mar 12, 2020, 8:36 PM IST

નવી દિલ્હીઃ રાજ્યસભામાં દિલ્હી હિંસા પર આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો. અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં હિંસા ફેલાવનારને પાતાળમાંથી પણ શોધી લેશું. મોદી સરકાર તોફાનોની નિષ્પક્ષ તપાસ કરી રહી છે. વિપક્ષ દ્વારા દિલ્હી હિંસાને લઈને પોલીસ પર સવાલ ઉઠાવવાનો જવાબ આપતા ગૃહ પ્રધાને કહ્યું, 'મારા પર આરોપ લગાવો પરંતુ દિલ્હી પોલીસ પર નહીં. 36 કલાકની અંદર પોલીસે હિંસા પર કાબુ મેળવી લીધો હતો. તોફાનોને 13 ટકા વિસ્તાર સુધી સીમિત રાખવા એ પોલીસની સફળતા છે.'

અમિત શાહે કહ્યું, 'દિલ્હી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના ઘરેથી ઘણી વસ્તુ મળી છે. તોફાનો શાંત થયા બાદ આમ આદમી પાર્ટીએ સેના તૈનાત કરવાનું કહ્યું હતું. તોફાનો શાંત થયા બાદ સેના તૈનાત કઈ રીતે કરી શકીએ છીએ.'

ગૃહ પ્રધાને કહ્યું, દિલ્હીમાં લોકો નાગરિકતા કાયદો લાગુ થયા બાદ હિંસક પ્રદર્શન કરી રહ્યાં હતા. નાગરિકતા કાયદાથી કોઈની નાગરિકતા જશે નહીં. કોંગ્રેસ કહે છે કે સીએએ અલ્પસંખ્યકો વિરુદ્ધ છે.

અમિત શાહે કહ્યું કે કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં મોટા વકીલ છે. હું તેમને પૂછવા માંગુ છું કે મને બતાવે કે નાગરિકતા કાયદો (CAA)માં એવી કઇ જોગવાઇ છે જેનાથી મુસ્લિમોની નાગરિકતા જતી શકે છે. તેના પર કપિલ સિબ્બલે વચ્ચે ઉઠીને એ વાતથી ઇનકાર કર્યો છે કે તેઓએ ક્યારે કહ્યું કે સીએએથી મુસ્લિમોની નાગરિકતા જતી રહેશે.

અમિત શાહ અને કપિલ સિબ્બલની વાતચીત દરમિયાન અન્ય સાંસદોએ હુટિંગ પણ કર્યું. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે હું સ્પષ્ટ કરી રહ્યો છું કે સીએએ કોઇની નાગરિકતા છિનવી લેવાનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવાનો કાયદો છે. જો એનપીઆરની વાત કરવામાં આવે તો તેમા માહિતી આપવાની જોગવાઇ વૈકલ્પિક છે. અમિત શાહે કહ્યું કે NPRમાં કોઇપણ પ્રકારના દસ્તાવેજ માંગવામાં નહીં આવે. આ દેશમાં કોઇએ પણ NPRની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી.

ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે ગૃહમાં હેટ સ્પીચને લઇને ઘણી ચર્ચા થઇ. હું બતાવવા માંગુ છું કે દેશમાં CAA લાગુ થયા બાદથી હેટ સ્પીચની શરૂઆત થઇ. અમે સ્પષ્ટતા કરી હતી, એક-એક નેતાનું નામ લઇને જવાબ આપ્યો હતો કે સીએએથી કોઇની નાગરિકતા લેવામાં આવી શકશે નહીં કેમકે આ નાગરિકતા આપવાનો કાયદો છે. પરંતુ તેને લઇને દેશના મુસ્લિમ ભાઇઓને ભડકાવવામાં આવ્યા.

નોંધનીય છે કે રાજ્યસભામાં કપિલ સિબ્બલે ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેઓએ કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવતા કહ્યું કે દિલ્હીમાં હિંસાની પાછળ એક વાયરસ છે. આ વાયરસને ભડકાઉ ભાષણો દ્વારા ફેલાવવામાં આવ્યો. ભાષણ આપનાર પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.