ધર્મશાળા: આજે આખું વિશ્વ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે, ત્યારે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ સમગ્ર વિશ્વના લોકોને આ રોગચાળાનો સામનો કરવા માટે એકઠા થવાની અપીલ કરી છે. તિબેટના આધ્યાત્મિક નેતાએ એમ પણ કહ્યું કે, આ વાઇરસના ફેલાવાને કારણે જે અર્થવ્યવસ્થા ખોરવાઈ છે, તે સરકારો માટે એક મોટો પડકાર છે અને લોકોને જીવન ધોરણ ચલાવવાની ક્ષમતાને નબળી પાડી રહ્યું છે.
દલાઈ લામાની ઓફિસે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, કોરોના કટોકટીના પરિણામો એક મોટી ચેતવણી છે. આપણે વૈશ્વિક સ્તર સાથે કાર્યવાહી કરવા અભૂતપૂર્વ પ્રયાસ કરવા પડશે. હું પ્રાર્થના કરું છું કે, આપણે બધા એકતાનું આહવાન સ્વીકારીએ.
દલાઈ લામાએ કહ્યું કે, કટોકટીના સમયગાળામાં આપણે આપણા સ્વાસ્થ્ય અને સંબંધિઓના મોત પર દુ:ખનો સામનો કરી રહ્યાં છીએ. કોરોનાથી થયેલી આર્થિક ખોટ એ સરકારો માટે એક મોટો પડકાર છે. આજે ઘણા લોકો પોતોનું જીનવ ધોરણ ચલાવવા માટે સંધર્ષ કરી રહ્યા છે.