રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મિની બસ ચાલકે બસ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કરણે બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત કુચામન સિટીમાં વહેલી સવારે 3 વાગ્યે સર્જાયો હતો.
![a road accident in nagaur rajasthan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5151174-thumbnail-3x2-rajasthan_2311newsroom_1574476918_1044.jpg)
આ રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. પોલીસે ઘટના સ્થળે પહોચી અકસ્માતનાં કારણો જાણવા તાજવીજ હાથ ધરી છે.