ETV Bharat / bharat

થાળી વાગે કોરોના ભાગે, PM મોદીની અપીલને સમગ્ર દેશમાં પ્રચંડ પ્રતિસાદ - રાજ્ય સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જનતા કરફ્યૂની અપીલ કરી હતી. કોરોના વાઇરસને નાથવા માટે PM મોદીએ તમામ દેશવાસીઓને 22 માર્ચે જનતા કરફ્યૂ રાખવા અપીલ કરી હતી, ત્યારે રાજ્ય સરકારે તમામ ST બસ, રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા.

people
થાળી
author img

By

Published : Mar 22, 2020, 5:39 PM IST

Updated : Mar 22, 2020, 7:42 PM IST

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદીની અપીલને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં જનતા કરફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. રાજ્યમાં લોકોએ દિવસ-દરમિયાન ધરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.

PM મોદીએ જનતા કરફ્યૂની સાથે જ સાંજે 5 વાગ્યે પ્રતિસાદ આપવા પણ અપીલ કરી હતી. જેથી અમદાવાદ સહિત મહાનગરોમાં લોકોએ ઘરની બાલ્કની બહાર થાળી, તાળી, ઘંટી, શંખ વગાડી જનતા કરફ્યૂને પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત ઉત્તર પ્રદેના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ધંટડી વગાડી લોકોનો આભાર માન્યો છે.

દેશભરમાં જનતા કર્ફયૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર દેશવાસીઓએ વડાપ્રધાન મોદીના જનતા કરફ્યૂના આહ્વાનને સમર્થન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, કોરોના વાઈરસની લડાઈમાં નેતૃત્વની લડાઈ કરનાર પ્રત્યેક વ્યકિતનો સમગ્ર દેશને આભાર.

આ ધન્યવાદનો નાદ છે. પરંતુ સાથે એક લાંબી લડાઈમાં વિજયની શરુઆતનો પણ નાદ છે. આ સંકલ્પ સાથે સંયમ સાથે એક લાંબી લડાઈ માટે એક બંધનમાં બંધો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. આજે સવારે 7 વાગ્યાથી રાત્રના 9 વાગ્યા સુધી લોકો ઘરથી બહાર ન નીકળે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. પીએમ મોદીનું કહેવું છે કે, આ કવાયતથી કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવામાં મદદ મળશે.

કોરોના વાઇરસ (Coronavirus)ના સંક્રમણને અટકાવવા માટે એક દિવસ જનતા કર્ફ્યૂને લોકોએ પાળ્યું હતું. સાથે જ સાંજે 5 વાગ્યે સંક્રમણને અટકાવવા માટે કાર્ય કરતા લોકોને વધાવવા માટે થાળી અને તાળીઓ વગાડવામાં પણ આવી રહી છે. કોરોના વાઇરસ વચ્ચે કામ કરી રહેલા અધિકારીઓને સન્માનિત કરવાની વડાપ્રધાનની અપીલને લોકોએ ખૂબજ ઉત્સાહભેર આવકારી લીધો હતો. લોકોની સાથે ગુજરતાના ડે.સીએમ નીતિન પટેલે પણ પોતાના બંગલા પર થાળી અને ઘંટડી વગાડીને લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.

Last Updated : Mar 22, 2020, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.