ETV Bharat / bharat

1962માં નહેરૂ પણ LAC ગયા હતા, PM મોદીએ જવાનોનો જુસ્સો વધાર્યોઃ પવાર - વડા પ્રધાન મોદી

એનસીપી સુપ્રીમો શરદ પવારે કહ્યું કે, જ્યારે પણ દેશની આવી સ્થિતિ હોય છે, ત્યારે દેશના નેતૃત્વને સૈનિકોને પ્રેરિત કરવા માટે આ રીતના પગલા ભરવા જોઇએ.

Sharad Pawar
Sharad Pawar
author img

By

Published : Jul 8, 2020, 7:04 AM IST

નવી દિલ્હીઃ ચીનની સાથે લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર લગભગ બે મહિના સુધી તણાવ ચાલ્યો હતો. બંને દેશોની સેનાઓ સામે-સામે આવી હતી. ગલવાન ઘાટીમાં ચીનની સાથે હિંસક ઝડપમાં 20 જવાન શહીદ થયા હતા. જે બાદ બંને દેશ વચ્ચે તણાવમાં વધારો થયો હતો. સ્થિતિ યુદ્ધ જેવી બની છે. આ બધા જ વચ્ચે વડાપ્રધાન મોદીએ લેહની મુલાકાત લીધી હતી અને સૈનિકોને સંબોધિત કર્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલમાં જઇને ગલવાન ઘાટીની ઝડપમાં ઇજાગ્રસ્ત જવાનોની સ્થિતિ તપાસી હતી.

પીએમના આ પ્રવાસને લઇને કોંગ્રેસ નિશાન સાધતા નીમૂને ટૂરિસ્ટ સ્પોટ ગણાવ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારમાં તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારનો અભિપ્રાય ખૂબ જ અલગ છે. પીએમ મોદીના લેહના પ્રવાસને લઇને શરદ પવારે સૈનિકોને પ્રેરિક કરનારું પગલું ગણાવ્યું છે. શરદ પવારે કહ્યું કે, વર્ષ 1962ના યુદ્ધમાં ચીન સામે હાર્યા બાદ તાત્કાલિન વડા પ્રધાન જવાહર લાલ નહેરૂ અને રક્ષા પ્રધાન યશવંતરાય ચવ્હાણ પણ એલએસી પર ગયા હતા.

પવારે કહ્યું કે, ત્યારે નહેરુ અને ચવ્હાણે સૈનિકોને પ્રેરિત કર્યા હતા. આપણા વર્તમાન વડાપ્રધાને પણ કંઇક એવું જ કર્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ દેશ આવી સ્થિતિ હોય છે, ત્યારે દેશના નેતૃત્વને સૈનિકોને પ્રેરિત કરવા માટે આ રીતના પગલા ભરવા જોઇએ. મહત્વનું છે કે, પીએમ મોદીના લેહ પ્રવાસ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, બંને પક્ષોએ આવા કોઇ પગલા ભરવાથી બચવું જોઇએ, જેનાથી તણાવ વધે.

વધુમાં જણાવીએ તો એલએસી પર તણાવ ઓછો કરવા માટે રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીની વિદેશ પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. લગભગ બે કલાક સુધી આ વાતચીત બાદ તેના બીજા જ દિવસે ચીની સેના એકથી બે કિલોમીટર સુધી પાછળ હટી હતી. બંને દેશોની સહમતિથી હવે તણાવ ઓછો કરવા માટે લદ્દાખમાં પેટ્રોલિંગ પર રોક લગાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.