પટનાઃ બિહાર રાજ્યના પટનામાંથી 2 બાંગ્લાદેશી આતંકીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી છે. પોલીસને બંને આતંકીઓ પાસેથી નકલી પાસપોર્ટ પણ જપ્ત કર્યા છે.
એટીએસને બિહારમાં મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે પટના જંક્શનના દક્ષિણ ફ્રર્લાંગ સ્થિત મદની મુસાફરખાનાથી બે બાંગ્લાદેશી આતંકવાદીની ધરપકડ કરી છે. જણાવામાં આવ્યુ કે બંને આતંકી આ મુસાફિરખાનામાં રવિવારથી રોકાયા હતા. મદની મુસાફિરખાનાના રજિસ્ટર એંન્ટ્રીમાં સાંચૌર લોકેશનથી આવ્યો હોવાનું બતાવામાં આવ્યુ છે.
એટીએસ એ આ આતંકીઓ પાસેથી જે દસ્તાવેજ મળ્યા છે તેના મુજબ આ બંને ભારતમાં રહી જમીઅત-અલ-મુજાહીદીન બાંગ્લાદેશ સંગઠનના આદેશ અનુસાર સંગઠનના અન્ય યુવકોને જોડવાનું કામ કરી રહ્યા હતા. તેમની પાસેથી પુલવામા ઘટના બાદ જમ્મુ કાશ્મીરના અર્ધ સૈનિક બળના પ્રતિનિધિમંડળથી સંબંધિત આદેશોની ફોટો કોપી પણ મળી આવી છે.
ઉપરાંત ISIS અને અન્ય આતંકવાદી સંગઠનોના પોસ્ટર તથા પેંપલેટ પણ તેમની પાસેથી મળ્યા છે. તેવામાં પુલવામાં હુમલાના ષડયંત્રમાં પણ તેઓનો હાથ હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. આ બંને વિના કોઈ પાસપોર્ટ વિઝા અને માન્ય દસ્તાવેજ અમાન્ય રીતથી બાંગ્લાદેશની બોર્ડર પાર કરી ભારતમાં ઘુસ્યા હતા. આ બંનેએ પોતાની ઓળખ છુપાવવા નકલી મતદાર ઓળખ પત્ર બનાવી તેનો ઉપયોગ કરતા હતા.