નવી દિલ્હી: શહેરની આરએમએલ તે હોસ્પિટલ છે, જ્યાં કોવિડ દર્દીઓને મૃતદેહ સાથે સમય પસાર કરવો પડે છે. કોરોનાથી મૃત્યુ પામતા લોકોની હાલત જોઈને તેઓ પણ ગભરાઇ ગયા છે. તેમની ગભરાટ વધી રહી છે. તેઓ વિચારી રહ્યા છે કે, જો તેઓનું પણ મૃત્યુ થઇ જાય, તો પછી તેમનું ધ્યાન રાખનારૂ કોઈ નહીં હોય.તેઓ જાણતા પણ નથી કે, તેમને પ્રાણીઓની જેમ ક્યાં દફનાવવામાં આવશે, તેમના પરિવારોને પણ તેમની જાણકરી નહિ મળી શકે.
આ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ થયેલા એક દર્દીએ જ સવાલ કર્યો છે,કે તેઓ કેવી રીતે અમાનવીય પરિસ્થિતિમાં મૃતદેહો સાથે રહી રહ્યા છે. કોવિડથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારોને ખબર નથી હોતી કે, તેમના પિતા, ભાઈ, માતા કે બહેન કઈ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં છે. તેમની સારવાર કેવી રીતે કરવામાં આવે છે. તમે જુઓ કે, આ દર્દી રાત્રે કેવી રીતે મૃત્યુ પામ્યો, મરતા પહેલા તે રડ્યો અને ડોક્ટરને બોલાવ્યા પરંતુ, કોઈ પણ અહીં જોવા આવ્યું નહીં, તેમના મૃતદેહને લઇ જવા માટે પણ કોઈ હોસ્પિટલમાંથી આવ્યું નહીં, અમે બધા આ મૃતદેહ સાથે સમય પસાર કરી રહ્યા છીએ.
હોસ્પિટલમાં 30-40 દિવસથી દર્દીઓ અહીં દાખલ છે. તેની આજુબાજુ મૃતદેહો જોઇને દર્દીઓનું માનસિક સંતુલન કથળી રહ્યું છે. જે દર્દીઓમાં લક્ષણો નથી, તેમને રજા આપવી જોઈએ. તેઓ તેમના ઘર પર આરામથી રહી તો શકે.