ETV Bharat / bharat

પતંજલિ યોગપીઠ કોરોનાની આયુર્વેદિક દવા 'કોરોનિલ' લોન્ચ કરશે

પતંજલિ આયુર્વેદિક મેડિસિન્સ દ્વારા પતંજલિ યોગપીઠ આજે કોરોનાના દર્દીઓ પર રેન્ડમાઇઝ્ડ પ્લેસબો નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો જાહેર કરશે. પતંજલિનો દાવો છે કે, આયુર્વેદિક દવા કોરોનિલ કોવિડ-19 સામે લડવામાં સક્ષમ છે.

પતંજલિ યોગપીઠ
પતંજલિ યોગપીઠ
author img

By

Published : Jun 23, 2020, 11:37 AM IST

દેહરાદૂનઃ દુનિયાભરમાં મહામારીના કારણે લોકો કાળનો કોળિયો બની રહ્યાં છે, ત્યારે તેના ઈલાજની દવા શોધવાના અનેક પ્રયાસો કરાઈ રહ્યાં છે. એની વચ્ચે પતંજલિ યોગપીઠ કોરોનાની એવિડેન્સ બેઝ પહેલી આયુર્વેદિક દવા 'કોરોનિલ' લોન્ચ કરવા જઈ રહ્યું છે. પતંજલિ આયુર્વેદનો દાવો છે કે, કોરોના દર્દી પર કંટ્રોલ ક્લિનિકલ ટ્રાયલના પરિણામ પોઝિટિવ આવ્યાં છે. જે પૂરી રીતે ક્લીનિકલ રિસર્ચ પર આધારીત છે. જે અંગે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ બપોરે 1 કલાકે પ્રેસમાં જાહેરાત કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, પતંજલિ યોગપીઠે કોરોના વાઈરસની દવા બનાવવાનો દાવો કર્યો કર્યો છે. જેને આજે બપોરે 1 કલાકે હરિદ્વારમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ લોન્ચ કરવાના છે.

પોતાના ફેસબુક પેજ પર પોસ્ટમાં આચાર્ય બાલકૃષ્ણએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "અમે તમને જણાવતા ગર્વ થાય છે કે, અમે કોરોના એવિડેન્સ બેઝ પહેલી આયુર્વેદિક દવા 'કોરોનિલ' સંપૂર્ણ સાઈન્ટિફિક ડૉક્યુમેન્ટ સાથે બપોરે 1 કલાકે જાહેરાત કરીશું. આ ટ્રાયલમાં વૈજ્ઞાનિક, શોધકર્તા અને ડૉક્ટરોની ટીમ હાજર રહેશે. "

મળતી માહિતી પ્રમાણે, આ દવાની શોધ સંયુક્તરૂપે પતંજલિ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (PRI), હરિદ્વાર એન્જ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (NIMS) જયપુર દ્વારા કરવામાં આવી છે. જ્યારે દવાનુું નિમાર્ણ દિવ્ય ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ હરિદ્વાર દ્વારા કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.