મહત્વનું છે કે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે ડેન્ગ્યુની સારવાર માટે પેરાસિટામોલની ગોળી ખાવાની સલાહ આપી હતી. આ અંગે આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, પેરાસિટામોલ માત્ર તાવ માટે કામ કરે છે, ડેન્ગયુમાં કોઈ રાહત નથી આપી શકતી.
પતંજલિના મહામંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારથી ડેન્ગ્યુ વાયરસની ખબર પડી હતી ત્યારથી જ પતંજલિ યોગપીઠ દ્વારા ઔષધી બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. આયુર્વેદના પ્રમાણે ગિલોય અને એલોવેરા ઘણું લાભદાયક છે. ડેન્ગ્યુની સારવાર માટે સાઈન્ટીસ્ટના પુરા 2 વર્ષની મહેનત બાદ આ ઔષધીને બનાવાઈ છે અને આ ઔષધીમાં કોઈ હાનિકારક ત્તવોનો પ્રયોગ કરાયો નથી. મહત્વનું છે કે, આ દવા કોઈ પણ ખાય શકે છે અને પતંજલિ દ્વારા 1500 હોસ્પિટલોમાં આ દવા ઉપલ્બધ કરાવાઈ છે અને 10 દિવસની દવા કિંમત માત્ર 35 રુપિયા છે.