નવી દિલ્હી: સુધારેલા નાગરિકતા કાયદા (CAA)ના વિરોધને કારણે શાહીન બાગમાં લગભગ બે મહિનાથી બંધ કરાયેલો એક રસ્તો શનિવારે વિરોધીઓના જૂથ દ્વારા ખોલવામાં આવ્યા પછી તરત જ તેને બંધ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્રારા આ માહિતી આપવામાં આવી હતી.
ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ આર.પી. મીનાએ કહ્યું કે, લગભગ બે કલાક પહેલા વિરોધીઓના એક જૂથે શાહીન બાગ પાસે રોડ નંબર 9 ખોલ્યો હતો, પરંતુ બીજા જૂથે તેને ફરીથી બંધ કરી દીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, વિરોધીઓએ કાલિંદિ કુંજ તરફ જતા રસ્તાનો એક નાનો ભાગ ખોલ્યો હતો જેથી સ્થાનિકો તેમના ટુ વ્હીલર વાહન પસાર કરી શકે.
છેલ્લા 70 દિવસથી વિરોધને પગલે બંધ રહેલા શાહીનબાગનો નોઈડા-કાલિંદી કુંજ માર્ગ શનિવારે ફરીથી ખોલવામાં આવ્યો છે. જો કે, વિરોધકારોના બંને જૂથો વચ્ચેના સંઘર્ષને કારણે રસ્તો બે વાર ખોલવામાં આવ્યો હતો અને તે બંને વખત બંધ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શુક્રવારે સવારે 9 વાગ્યે ડીએનડી પર કાલિંદી કુંજ માર્ગ 30 મિનિટ માટે ખોલવામાં આવ્યો હતો. જેથી જામથી બચી શકાય. જોકે, દિલ્હી પોલીસે વિરોધ દર્શાવ્યા બાદ આ રસ્તો ફરી બંધ કરાયો હતો. તમને જણાવી દઇએ કે, છેલ્લા 70 દિવસથી શાહીન બાગમાં વિરોધને કારણે આ માર્ગ બંધ છે. આને કારણે લોકોને અવરજવરમાં કરવા સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, માર્ગ ખોલવાના પ્રયાસ માટે સુપ્રીમ કોર્ટે વાર્તાલાપની નિમણૂક કરી છે. બંને વાર્તાલાપ સંજય હેગડે અને સાધના રામચંદ્રન બે દિવસ શાહીન બાગ પહોંચ્યા હતા અને વિરોધીઓ સાથે વાત કરી હતી. પરંતુ હજી સુધી કોઈ સમાધાન આવવાનું જણાઈ રહ્યું નથી.