હૈદરાબાદ: કોરોનાવાઇરસ રોગચાળા પછી વિશ્વભરના લોકો ઘર-વાસ હેઠળ મૂકાયા છે, તેમની હિલચાલ નિયંત્રિત થઈ છે અને સામાજિક મુલાકાતો બંધ થઈ છે તે પછી ટેલિમિડિસન ખૂબ લોકપ્રિય થવા લાગી છે કારણકે તે દર્દીઓને ડૉક્ટરો સાથે ટેલિકમ્યૂનિકેશન ટૅક્નૉલૉજીનાં સાધનો દ્વારા જોડાવામાં મદદ કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય જર્નલ મુજબ, માસાચુસેટ્સ જનરલ હૉસ્પિટલ ખાતે સેન્ટર ફૉર ટેલિહેલ્થના એમ. ડી., નિર્દેશક અને પાર્ટનર્સ હેલ્થકેર ખાતે વર્ચ્યુઅલ કેરના ઉપાધ્યક્ષ લી. એ. શ્વામ અને તેમના સાથીઓ માને છે કે વર્ચ્યુઅલ કાળજી સમય અને અંતરની અડચણોને દૂર કરીને રોગચાળાના સમય દરમિયાન કાળજી પૂરી પાડવા માટે દર્દી કેન્દ્રિત, ઓછા ખર્ચવાળી, પરંપરાગત પદ્ધતિ કરતાં વધુ સગવડભરી કાળજી પૂરી પાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.
સેન્ટર ફૉર ટેલિહેલ્થના એમ. ડી. અને વર્ચ્યુઅલ કેરના ઉપાધ્યક્ષ લી. એચ. શ્વામ સૂચવે છે કે અત્યારે અને નજીકના ભવિષ્યમાં હૉસ્પિટલમાં દાખલ દર્દી અને હરતાંફરતાં કાળજી પૂરી પાડવાની ડિઝાઇન ફરી ઘડવા માટે આ ડિજિટલ શોધના લાભો લણવા આરોગ્ય તંત્રો માટે અગત્યનું છે.
આ જર્નલ પાર્ટનર્સ હૅલ્થકૅર ખાતે દાખલ કરાયેલી વર્ચ્યુઅલ કાળજી શોધનો વિસ્તાર અને પહોંચ વર્ણવે છે અને વર્ચ્યુઅલ કાળજી સાધનોનો અમલ કરવા પર અન્ય આરોગ્ય કાળજી પ્રણાલિઓને માર્ગદર્શન પણ પૂરું પાડે છે.
લાન્સેટ ડિજિટલ હેલ્થમાં, ડૉ. સ્વામ અને સહ લેખકો હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે વર્ચ્યુઅલ કાળજી આપવા માટે બે શોધનો ઉલ્લેખ કરે છે; વર્ચ્યુઅલ રાઉન્ડ્સ અને વર્ચ્યુઅલ ઇન્ટરકૉમ કમ્યૂનિકેશન સિસ્ટમ.
વર્ચ્યુઅલ રાઉન્ડ પરંપરાગત મેડિકલ રાઉન્ડની ફરીથી ડિઝાઇન બનાવે છે જેમાં મોટી સંખ્યામાં આરોગ્ય કાળજી કાર્યકરો અવારનવાર એક કમ્પ્યૂટર સ્ક્રીન આસપાસ ભેગા થાય છે અને ટેસ્ટ પરિણામ કે સારવારના વિકલ્પો ચર્ચે છે.
વર્ચ્યુઅલ ઇન્ટરકૉમ કમ્યૂનિકેશન સિસ્ટમ ક્લિનિશિયનોને ગમે ત્યાંથી હૉસ્પિટલમાં દર્દીઓને વિડિયો સ્ક્રીન પર નજર રાખવા અને વાર્તાલાપ કરવાની સગવડ આપે છે અને જે દર્દીઓ એકાંતમાં રખાયા છે અને જેમનો વ્યક્તિગત સંપર્ક માત્ર આખા ગાઉન પહેરેલા, માસ્ક બાંધેલા અને હાથમાં મોજાં પહેરેલા પ્રદાતાઓ સાથે જ થાય છે.
"આ અભિગમોએ અમને સામૂહિક પ્રસારના સમય દરમિયાન અપવાદરૂપ કાળજી પૂરી પાડવાની સગવડ આપે છે અને તેની સાથે અછત હોય ત્યારે અંગત સુરક્ષાત્મક સાધનો (પીપીઇ)ને બચાવી રાખે છે, સ્ટાફનો સંપર્કનો સમય ઘટાડે છે અને જ્યારે પણ કાળજી જરૂરી હોય ત્યારે વિડિયો સત્રોમાં કરુણામય અને ખાતરી આપતી મુલાકાતોમાં લગાવે છે." તેમ ડૉ. શ્વામે કહ્યું હતું.