અયોધ્યા (ઉત્તર પ્રદેશ): બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યાની CBI તપાસ કરાવવાનો સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના પાલઘરમાં સંતોની હત્યાના આજે પાંચ મહિના જેટલા સમય પૂર્ણ થયો છે, તેમ છતાં આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. ત્યારે ભગવાન શ્રીરામના મુખ્ય પૂજારી આચાર્ય સતેન્દ્ર દાસએ મહારાષ્ટ્ર સરકાર પર કાર્યવાહી કરવા મામલે સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે સંતોની હત્યા બાદ તેમની સંતોષકારક તપાસ ન થવી એ એક શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.
આચાર્ય સતેન્દ્ર દાસ જણાવ્યું કે, સંત સમાજ દરેક વર્ગ માટે કાર્ય કરે છે. આવામાં સંતોની હત્યા આ મામલે તપાસમાં કેમ સમય લાગી રહ્યો છે અને દોષિતો સામે કાર્યવાહી ન થવી એ દુર્ભાગ્યપૂર્ણ છે.
શિવસેના હંમેશા સંતોનું સન્માન કરતી આવી રહી છે, પરંતુ બાલા સાહેબ ઠાકરે સાથે આ સિદ્ધાંત પણ સમાપ્ત થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. પાલઘરમાં સંતોની હત્યાની તપાસ ઉદ્ધવ ઠાકરે સરકાર કરાવી રહી નથી. પાલઘરના સંતોની હત્યા મામલે દેશના દરેક સંત નિષ્પક્ષ તપાસની માંગણી કરી રહ્યા છે.
આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે CBI તપાસ થવા જઈ રહી છે. ત્યારે પાલઘરમાં અંદાજે 5 મહિના પહેલા સંતોની જે પ્રકારે હત્યા કરવામાં આવી હતી. તેની સામે કાર્યવાહીની મહારાષ્ટ્ર સરકાર સતત ઉપેક્ષા કરી રહી છે. સંત સમાજ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે, પરંતુ જ્યારે તેમની આ રીતની નિર્મમ હત્યા કરવામાં આવે અને દોષિતોને સજા ન મળે, એ એક શર્મનાક બાબત છે. સંતોની હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ, પરંતુ અત્યાર સુધી મહારાષ્ટ્ર સરકારે કોઈ પણ સંતોષકારક કાર્યવાહી કરી નથી.