હરદા(મધ્ય પ્રદેશ): પાકિસ્તાનના કરાચીમાં રહેતી શાહિદા ખલીલ મધ્યપ્રદેશના હરદામાં રહેતા પંકજ બાફના માટે છેલ્લા 30 વર્ષોથી રાખડી મોકલી રહી છે. વર્ષ 2013માં શાહિદા પંકજને રાખડી બાંધવા માટે પાકિસ્તાનથી ભારત આવી હતી. પણ હાલના સમયમાં કોરોના વાઇરસના સમયને કારણે શાહિદા ભારત આવી શકી નહોતી અને વીડિયો કોલ દ્વારા તેના ભાઇ પંકજને મોકલાવવામાં આવેલી રાખડી બાંધવાનું કહ્યું હતું.
![પાકિસ્તાની બહેને પોતાના ભારતીય ભાઇને રક્ષાબંધન નિમીત્તે રાખડી મોકલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-har-01-harda-rakhi-pakistan-se-harda-aai-packege1-7203446-sd-sd-hd_03082020121615_0308f_00621_569.jpg)
શાહિદા ખલીલ મુળ હરદાની રહેવાસી છે, પણ થોડા સમય બાદ તે પાકિસ્તાન રહેવા ગઇ હતી, શાહિદાના ભાઇ દિલીપ ખાનનો મિત્ર પંકજ હોવાના કારણે શાહિદા તેને રાખડી બાંધતી હતી. પંકજે પાકિસ્તાનમાં રહેતી પોતાની બહેન દ્વારા મોકલવામાં આવેલી રાખડી પંકજે પોતાના હાથ પર બાંધી હતી. પાકિસ્તાન અને ભારત વચ્ચે હંમેશા યુદ્ધ જેવો માહોલ રહે છે. પણ આ ભાઇ બહેન વચ્ચે પ્રેમ અપાર છે.
![પાકિસ્તાની બહેને પોતાના ભારતીય ભાઇને રક્ષાબંધન નિમીત્તે રાખડી મોકલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-har-01-harda-rakhi-pakistan-se-harda-aai-packege1-7203446-sd-sd-hd_03082020121615_0308f_00621_309.jpg)
પંકજનું કહેવું છે કે, રક્ષાબંધન પહેલા 10થી 15 દિવસ અગાઉ પાકિસ્તાનથી આવનારી રાખડીની રાહ જોઇ રહ્યો હતો અને મારા હાથ પર પહેલી રાખડી મારી મુંહબોલી બહેન શાહિદાની બાંધુ છું.
![પાકિસ્તાની બહેને પોતાના ભારતીય ભાઇને રક્ષાબંધન નિમીત્તે રાખડી મોકલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-har-01-harda-rakhi-pakistan-se-harda-aai-packege1-7203446-sd-sd-hd_03082020121610_0308f_00621_464.jpg)