વર્લ્ડ ફોરમ ફોર democracyમાં ફેકન્યુઝ (Fake News) વિષે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો સુધી સત્ય વાત કઈ રીતે પહોંચે તેના માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અભિષેકે ભારાતના પાડોશી દેશના યુવાઓ જેમ કે પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશના યુવાનો સાથે ચર્ચા કરી હતી. તેમજ પાકિસ્તાનના ન્યૂઝ ચેનલમાં મુલાકાત આપી હતી. અભિષેકે સ્વિટ્ઝર્લેન્ડના હોમ મિનિસ્ટર અલાઈન બેરસેટ તેમજ મારીના પેજસીનોવિક બુરિક, સેક્રેટરી જનરલ ઓફ કાઉન્સિલ ઓફ યુરોપના સમક્ષ ભારતનું પ્રતિનિધિત્વ કરવા તક મળી હતી.
![Abhishek Buddhadev, Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-abuishek-7201256_20112019120759_2011f_1574231879_245.jpg)
ગુજરાતના સુરતમાં અભ્યાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયેલા અભિષેક બુદ્ધદેવે અભ્યાસની સાથે દેશના લોકોને જાગૃત કરવા ઘણી યોજનામાં પ્રયાસ કર્યા હતા. બાયોલોજી વિષયમાં અભ્યાસ કરતા લોકોને ડિપ્રેશન/મેન્ટલ હેલ્થ વિશે જાગૃત કરવા માટે બ્રિટીશ કાઉન્સિલ (British Council) સાથે મળીને ફ્રેમ લેપ સાયન્સ સ્ટોકમાં ધ સાયન્સ ઓફ ડિપ્રેશન વિશે બોલીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વિડિયો યૂ-ટ્યુબ પર ઘણા લોકોએ જોયો હતો.
![Abhishek Buddhadev, Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-abuishek-7201256_20112019120759_2011f_1574231879_875.jpg)
ત્યારબાદ અભિષેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈને તેમજ પોતાની બહેનના સપોર્ટથી ભારતનું નામ રોશન કરવા યુરોપિયન પર્લામેન્ટ બ્રસેલ્સ અને બેલ્જિયમમાં કામ કર્ય઼ું હતું. તેમજ પેરિસ અને ફ્રાંસના નેશનલ એસેમ્બલી (National Assembly Paris, France) માં પણ 28 યુરોપિયન દેશોના લોકો સાથે મળીને વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ઇન્ડિયન એમ્બેસી બર્લિન અને જર્મની એમ્બેસીમાં મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતિના પ્રસંગ નિમિતે અભિષેકે એમ્બેસિટર મૂકતા દત્તા (Ms. Mukta Tomar) તોમરના હસ્તે પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું.
![Abhishek Buddhadev, Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-abuishek-7201256_20112019120759_2011f_1574231879_21.jpg)
ત્યારબાદ અભિષેકે યુરોપિયન કાઉન્સીલે સ્ટ્રાસબૂર્ગ ફ્રાન્સે, ભારત તેમજ જર્મનીને પ્રસ્તુત કરવા યુથ ડેલીકેટ તરીકે વર્લ્ડ ફોર ડેમોકરસીમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું હતું. વિશ્વના 124 દેશમાંથી 60 યુથ ડેલિકેટ ને બોલાવવામાં આવ્યા હતા. તેમાં સુરતનનો અભિષેક બુદ્ધદેવ ઝળક્યો હતો. વિશ્વના તમામ યુથ વચ્ચે ભારતના નવયુવાનને રાજનીતિ, ઉચ્ચ અભ્યાસના કાર્યક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવા પ્રયત્નો કર્યા હતા.