પાકિસ્તાને કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સંઘર્ષવિરામનું ઉલ્લઘન કર્યુ છે.
અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાને છેલ્લી રાત્રીના લગભગ સાડા સાત વાગ્યે હીરાનગર સેક્ટરના મન્યારી-ચોરગલી વિસ્તારમાં અકારણ ગોળીબારી ચાલુ કરી હતી, જે રાતભર થોડી-થોડી વારે ચાલતી રહી હતી.
તેમને જણાવ્યું કે સરહદના સુરક્ષાબળ(BSF)એ આ હુમલાનો બરાબર જવાબ આપ્યો હતો.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં કોઇને નુકશાન થવાના સમાચાર મળ્યા નથી અને આ ગોળીબારી સવારે 4 વાગ્યે બંધ થઇ હોવાની જાણકારી મળી રહી છે.