બુધવારે પાકિસ્તાને ભારત સાથે વેપાર સંબંધ તોડવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ભારતીય રાજદુતને હાંકી કાઠ્યો હતો અને હવે તેને સમજૌતા એકેસપ્રેસને રોકી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, સમજૌતા એક્સપ્રેસના મુસાફરો અટારી બોર્ડર પર ફસાયેલા છે. પાકિસ્તાન તરફથી મોકલેલ ટ્રેનને હજુ સુધી પણ મોકલવામાં આવી નથી.
સમજૌતા એક્સપ્રેસને રોકવાને લઇને ભારતને હજુ સુધી કોઇ પણ માહિતી પ્રાપ્ત થઇ નથી. મળતી વિગતો મુજબ પાકિસ્તાને ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજૌતા એક્સપ્રેસ સાથે જવા માટે મનાઇ ફરમાવી છે.
અટારી રેલ્વે સ્ટેશનના સુપરિટેંન્ડેન્ટના જણાવ્યાં અનુસાર પાકિસ્તાને જણાવ્યું છે કે, ભારતીય રેલવે તેના ડ્રાઇવર અને ક્રુ મેમ્બર સાથે આવી અને સમજૌતા એક્સપ્રેસને બોર્ડરથી લઇ જાય. તેઓએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાને રેલ્વેને સુરક્ષાને લઇને આ નિર્ણય કર્યો છે. અને જે ડ્રાઇવર અને ગાર્ડ પાસે વિજા હશે તેને સમજૌતા એક્સપ્રેસને લેવા મોકલવામાં આવશે.