પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારે ઇસ્લામાબાદ NSCની બેઠક યોજી હતી. મળતી માહિતી મુજબ આ બેઠકમાં ઇમરાન ખાન દેશની સુરક્ષા વિશે ચર્ચા કરશે. તે ઉપરાંત આંતરિક અને બાહ્ય મામલે પણ ચર્ચાઓ કરશે.
આ સમગ્ર મામલાની વચ્ચે ઇમરાન ખાને ટ્વીટ કરતાં લખ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અત્યારે તે સમય છે. ભારતીય સુરક્ષા બળોની આક્રમિક કાર્યવાહીને લીધે LOC પર સ્થિતિ ખરાબ છે.
વધુમાં જણાવીએ તો ભારતીય સેનાના એક્શનથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકિસ્તાને રવિવારે LOC નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સેના માટે એક એડવાયઝરી પણ જાહેર કરી હતી. જેમાં LOC પર ફાયરિંગને લીધે સેનાને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ શનિવારે પાકિસ્તાની BAT (બોર્ડર એક્શન ટીમ)ની ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવી 5 થી 7 પાકિસ્તાની સેનાના BAT કમાન્ડોને ઠાર માર્યા હતા.
ભારતીય સેનાએ રવિવારે પાકિસ્તાની સેનાને તેમના મૃત સૈનિકોના શવ લઇ જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે અંગે ભારતીય સેનાએ કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાને સફેદ ઝંડો લઇને આવવું પડશે અને ભારતીય સીમા પર માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના શવના અંતિમ સંસ્કાર કરવા માટે લઇ જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.