CRPFએ પાકિસ્તાનની આ હરકતનો જવાબ ટિવટના માધ્યમથી આપ્યો છે. તેમણે પાકિસ્તાનના કરતૂતને દુર્ભાગ્યપૂર્ણ અને પાયાવિહોણું ગણાવ્યુ છે. CRPFએ ટિવટમાં લખ્યુ છે કે, કાશ્મીરમાં તૈનાત દરેક સુરક્ષાદળ સમન્વય સાથે કામ કરી રહ્યા છે. ભલે અમારી વર્દીનો રંગ અલગ-અલગ હોય પરંતુ દેશભક્તિ અને તિરંગો અમારા દિલમાં અસ્તિત્વ ધરાવે છે.
CRPFને આવું ટિવટ એટલા માટે કરવું પડયુ કારણ કે, એક પાકિસ્તાની પત્રકારે ટિવટ કરી દાવો કર્યો હતો કે, 'કલમ 370 અંગેના નિર્ણય પછી કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો વચ્ચે મતભેદ છે. 'તેણે પોતાના ટિવટમાં લખ્યુ હતું કે, 'એક પોલીસકર્મીએ CRPFના પાંચ જવાનોને ગોળી મારી છે.
CRPF એક ગર્ભવતી મહિલાને તેની પાસે કર્ફયુ પાસ ન હોવાના કારણે જતાં રોકી હતી' CRPFની સાથે કાશ્મીર પોલીસે પણ આ વાતને નકારી હતી.